KKRને વધુ એક ઝટકો, આ ખેલાડી IPL વચ્ચે છોડીને સ્વદેશ જતો રહ્યો, જાણો કારણ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં સાતમા નંબર પર છે. સીઝનની શરૂઆતથી બરાબર પહેલા કેપ્ટન શ્રેયસ ઐય્યર ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ જ નીતિશ રાણાને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. ત્યારબાદ બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ-અલ હસને પણ આ સીઝનથી પોતાનું નામ પાછું લઈ લીધું હતું. હવે લિટન દાસના રૂપમાં કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે.

લિટન દાસને 4 મે સુધી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પાસેથી NOC મળી હતી, પરંતુ તે પહેલા જ સ્વદેશ પાછો જતો રહ્યો છે. પરિવારમાં મેડિકલ ઇમરજન્સીના કારણે તેને બાંગ્લાદેશ જતું રહેવું પડ્યું છે. હવે આ સીઝનમાં તે બીજી કોઈ મેચ નહીં રમે. લિટન દાસ ફેમિલી મેડિકલ ઇમરજન્સીના કારણે સ્વદેશ જતું રહેવું પડ્યું છે. વિકેટકીપર બેટ્સમેનનું હવે IPLની બાકી મેચોમાં રમવાની સંભાવના નથી. તેને પહેલા જ બોર્ડ પાસે માત્ર 4 મે સુધી રમવાની NOC મળી હતી.

બાંગ્લાદેશ અને આયરલેન્ડ વચ્ચે થનારી સીરિઝના કારણે લિટન દાસ હવે તે સીધો આયરલેન્ડ જવા રવાના થઈ જશે અને IPLની બચેલી મેચ નહીં રમે. આ સીઝનમાં તેને રમવાનો વધારે ચાન્સ મળ્યો નથી, પરંતુ બાંગ્લાદેશના તોફાની ઓપનરે IPLથી બરાબર પહેલા પોતાના દેશ માટે ઘણા બધા રન બનાવ્યા હતા. જેસન રૉય સાથે ઇનિંગની શરૂઆત કરતા લિટન દાસે દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ મેચમાં માત્ર 4 રન બનાવ્યા અને વિકેટકીપર તરીકે તેણે સ્ટમપિન્ગમાં 2 ચાંસ ગુમાવ્યા, દિલ્હી કેપિટલ્સે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. લિટન દાસ IPL 2023માં રમવા માટે ખૂબ મોડો આવ્યો કેમ કે ત્યારે તે આયરલેન્ડ પ્રવાસ પર નેશનલ ટીમ સાથે હતો.

આ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સના પ્રદર્શનની વાત કરીએ તો ટીમે સારી શરૂઆત કરી હતી અને પછી એકદમ ટ્રેક પરથી ઉતરી ગઈ છે. ટીમે આ સીઝનમાં અત્યાર સુધી કુલ 8 મેચ રમી છે, જેમાંથી માત્ર 3 મેચમાં જ જીત મળી છે અને આ કારણે પોઇન્ટ્સ ટેબલમાં તે ખૂબ નીચે છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં આ સમયે 6 પોઇન્ટ્સ સાથે સાતમા નંબર પર છે. ટીમે જો પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરવી હોય તો આગામી મેચોમાં જીત હાંસલ કરવી પડશે કેમ કે અહીંથી એક પણ હાર ટીમ માટે આગળનો માર્ગ મુશ્કેલ કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp