26th January selfie contest

પાક.માં રહેવું જેલમાં રહેવા જેવું, આ દિગ્ગજ ક્રિકેટરને ઘણા દિવસ ભૂખુ રહેવુ પડ્યુ

PC: theweek.in

ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી સાયમન ડૂલ હવે કમેન્ટરની ભૂમિકામાં જ નજરે પડે છે. તેઓ સતત કોઈક ને કોઈ કારણે ચર્ચામાં બન્યા રહે છે. હાલમાં જ તેમણે લાઈવ કમેન્ટ્રી દરમિયાન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની સ્ટ્રાઈક રેટની નિંદા કરી હતી. ત્યારબાદ તેમની પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આમિર સોહેલ સાથે બહેસ પણ થઈ ગઈ હતી. હવે ફરી એક વખત સાયમન ડૂલ ચર્ચામાં છે. આ વખત તેમણે ફરીથી પાકિસ્તાન પર જ મોટી કમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં રહેવું જેલમાં રહેવા જેવું જ છે.

એક વખત તેઓ પાકિસ્તાનમાં ફસાઈ ગયા તો તેમને ઘણા દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું. સાયમન ડૂલે જણાવ્યું કે, બાબર આઝમના ફેન્સ તેમની રાહ જો રહ્યા હતા, આ કારણે તેઓ જઈ પણ રહ્યા નહોતા. પછી તેમણે ભગવાનનો આભાર માનતા કહ્યું કે, કોઈક પ્રકારે તે પાકિસ્તાનથી નીકળી આવ્યા. સાયમન ડૂલે જણાવ્યું કે, પાકિસ્તાનમાં તેમને માનસિક રીતે ખૂબ ટૉર્ચર ઝીલવું પડ્યું.

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સાયમન ડૂલે જણાવ્યું કે, પાકિસ્તાનમાં રહેવું જેલમાં રહેવા જેવું છે. મને બહાર જવાની મંજૂરી નહોતી કેમ કે બાબર આઝમના ફેન્સ મારી રાહ જોઈ રહ્યા હતા. મને પાકિસ્તાનમાં ઘણા દિવસો સુધી કંઈ ખાધા-પીધા વિના રહેવું પડ્યું હતું. હું માનસિક રૂપે ખૂબ પરેશાન થઈ ગયો હતો, પરંતુ ભગવાનનો આભાર છે કે હું કોઈક પ્રકારે પાકિસ્તાનથી નીકળી આવ્યો. આ સમયે ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે. અહી બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની મહત્ત્વની સીરિઝ રમવાની છે.

સીરિઝની પહેલી મેચ શુક્રવારે એટલે કે 14 એપ્રિલના રોજ લાહોરમાં રમાશે. સીરિઝની શરૂઆતી ત્રણ T20 મેચ લાહોર અને બાકી 2 રાવલપિંડીમાં રમાશે. T20 બાદ પાકિસ્તાનમાં જ ન્યૂઝીલેન્ડે 5 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. આ સીરિઝની શરૂઆતી 2 વન-ડે રાવલપિંડી અને બાકી ત્રણ મેચ કરાચીમાં હશે. સીરિઝની પહેલી વન-ડે મેચ 27 એપ્રિલના રોજ થશે. આ બંને સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડના આ દિગ્ગજનું આ નિવેદન સામે આવવાથી પાકિસ્તાની ફેન્સમાં નિરાશા જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp