ભારતના જ પૂર્વ ક્રિકેટર બોલ્યા- ‘ભારત એશિયા કપ જીતી લેશે પણ વર્લ્ડ કપ નહીં જીતે'

PC: khabarchhe.com

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી મદન લાલે કહ્યું કે, આગામી એશિયા કપમાં તો ભારતીય ટીમ જીતી લેશે, પરંતુ વન-ડે વર્લ્ડ કપ 2023ને લઈને કઇ કહી શકાય નહીં. મદન લાલના જણાવ્યા મુજબ, વર્લ્ડ કપમાં 6 ટીમોમાંથી કોઈ પણ ટીમ જીત હાંસલ કરી શકે છે. એશિયા કપ માટે સિલેક્ટર્સે ભારતની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓનું પુનરાગમન થયું છે. હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર તિલક વર્માને પણ ટીમમાં જગ્યા મળી છે.

મદન લાલના જણાવ્યા મુજબ, એશિયા કપમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી શકે છે, પરંતુ વર્લ્ડ કપમાં કંઇ કહી શકાય નહીં. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ‘મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય ટીમ એશિયા કપમાં જીત હાંસલ કરશે, પરંતુ વર્લ્ડ કપમાં કોઈ પણ 6 ટીમ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકામાંથી કોઈ પણ જીત હાંસલ કરી શકે છે. બધા પાસે ચાંસ છે. આપણે પોતાના ઘરમાં રમી રહ્યા છીએ તો તેનું એડવાન્ટેજ મળશે.

તેમણે એમ પણ કહ્યું કે, દબાવના કારણે તેનું નુકસાન પણ થઈ શકે છે. સારી વાત એ છે કે બધા ખેલાડી ખૂબ અનુભવી છે અને પ્રેશરમાં રમવાનું જાણે છે. મારી ચિંતા ખેલાડીઓની ફિટનેસને લઈને છે અને એ સિવાય બીજું કંઇ નથી. ખેલાડીઓ પાસે અનુભવ છે અને ખૂબ એક્સપોઝર છે. આ અગાઉ મદન લાલ એશિયા કપ જેવા ટૂર્નામેન્ટમાં ટીમના સિલેક્ટર્સ પર ખુશ નજરે પડ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટને અત્યારે પણ વિશ્વાસ છે કે કે.એલ. રાહુલ ફિટ છે કે નહીં? કઇ ઇજા કે ઘા? તેમણે એ સ્પષ્ટ કરવું જોઈતું હતું.

તેમણે શ્રેયસ ઐય્યરને રાખ્યો છે. અત્યારે પણ તેની ફિટનેસ બાબતે કોઈ ગેરંટી નથી. તેને કોઈ પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમી નથી. તેને પોતાની મેચ ફિટનેસ સાબિત કર્યા બાદ સિલેક્ટ કરવો જોઈતો હતો. નેટ્સમાં બેટિંગ કરવી અને મેચમાં બેટિંગ કરવી બે અલગ-અલગ વસ્તુ છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમની મેચોની વાત કરીએ તો ભારતીય ટીમ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ચેન્નાઈમાં રમાશે. ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ દિલ્હીમાં ભારતીય ટીમ પોતાની મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની મેચ જેની રાહ દરેક ફેન કાગડોળે જોઈ રહ્યા છે તે મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp