આકાશ મધવાલની સ્ટોરી ધોની જેવી છે, 2 વર્ષ નોકરી કરી, આર્મીમેન પિતા ગુમાવ્યા પછી..

PC: iplt20.com

IPL 2023ની બીજી ક્વોલીફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયટન્સ વચ્ચેની મેચમાં MIના આકાશ મધવાલે 3.3 ઓવરમાં 5 વિકેટ લઇને LSGને ભોંયભેંગી કરીને જીત અપાવી હતી. આકાશની આ સફળતાને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો અને ચારેબાજુ તેના પ્રદર્શનની ચર્ચા થવા માંડી. જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત હોવાને કારણે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેચ રમી શક્યો નહોતો, પરંતુ આકાશ મધવાલે બુમરાહની ગેરહાજરી પુરી કરી હતી. ઉત્તરાખંડના રોરકીમાં જન્મેલા આકાશ મધવાલની લાઇફ સ્ટોરી મહેન્દ્રસિંહ ધોની જેવી છે.

આકાશ મધવાલનું લાડકું નામ અક્કુ છે. તેની માતાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આજે તેના પિતા હયાત હતે તો આકાશના પ્રદર્શનને જોઇને ખુશીથી ઉછળી પડતે. આજે અમે એકલા ખુશી મનાવી રહ્યા છે.જ્યારે આકાશ મધવાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો ત્યારે માતા આશા મધવાલની આંખમાંથી ખુશીના આંસુ છલકાઇ ઉઠ્યા હતા.આકાશના મોટાભાઇ આશિષે કહ્યું  કે, માતા ખાલી એટલું જ બોલી શકી કે અક્કુએ આજે નામ રોશન કર્યું છે.

આકાશની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આકાશે રુરકીના કોલેજમાંથી સિવિલ એન્જિનયરીંગ કર્યુ હતું. એ પછી બહાદરાબાદ બ્લોકમાં 2016થી 2018 જૂનિયર એન્જિનિયર તરીકે નોકરી કરી હતી. એ પછી આકાશે ક્રિક્રેટની ટ્રાયલ આપી હતી. આકાશે ઉત્તરાખડ માટે ક્રિકેટ રમી છે. આકાશની સ્ટોરી મહેન્દ્ર સિંહ ધોની જેવી છે. ધોનીએ પણ ક્રિક્રેટમાં આવતા પહેલા રેલવેમાં નોકરી કરી હતી.

29 વર્ષના આકાશનો પરિવાર મૂળ ઉત્તરાખંડના રામનગરનો છે, પરંતુ તેનું બાળપણ રૂરકીમાં વીત્યું હતું. તેણે રૂરકીની આર્મી સ્કૂલ અને ભીમતાલની હર્મન ગેમેનર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આકાશના પિતા ભારતીય સેનાના બંગાળ એન્જિનિયર ગ્રુપમાં નોકરી કરતા હતા. મેરઠમાં નોકરી દરમિયાન હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. આ પછી પેન્શન દ્વારા પરિવારનું ગુજરાન ચાલતું હતું. આકાશના ભાઈ આશિષે કહ્યું કે પિતાનું અવસાન થયું ત્યારે આકાશ તુટી પડ્યો હતો, પરંતુ પછી તેણે પોતાની જાતને સંભાળી અને ક્રિકેટ અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

આકાશના ભાઈ આશિષે જણાવ્યું કે જ્યારે આકાશે 2013માં રૂરકીની COER કોલેજમાં એડમિશન લીધું ત્યારે અહીં જ તેને ક્રિકેટમાં રસ પડ્યો, તે પહેલા તે સ્થાનિક ટૂર્નામેન્ટમાં રમવા જતો હતો. એકંદરે, તેને શરૂઆતથી જ ક્રિકેટ પસંદ હતું. 2018 માં, જ્યારે ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનને માન્યતા મળી, ત્યારે તેણે દેહરાદૂનમાં ટ્રાયલ આપ્યો, જ્યાં તેની પસંદગી થઈ. 2019માં તેની પસંદગી થઈ હતી. હવે તે  ઉત્તરાખંડની ટીમનો કેપ્ટન પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp