કેપ્ટન કુલે ફરી ચાહકોને ચોંકાવ્યા, પોલીસ યુનિફોર્મમાં ધોનીની તસવીર વાયરલ

PC: babacric.in

ક્રિક્રેટના મેદાન પર અનેક વખતે નિર્ણાયક નિર્ણયો લઇને ક્રિક્રેટ પ્રેમીઓને ચોંકાવનારા કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એક વખત પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સન્યાસની જાહેરાત પછી પણ ધોનીના ચાહકોની સંખ્યા મોટી છે અને લોકો તેને ફોલો કરતા રહે છે.

ટીમ ઇન્ડિયાની પોતાની કેપ્ટનશીપ હેઠળ બે વર્લ્ડકપ જીતાડનારા મહેન્દ્ર સિંહ ધોનીનો નવા લૂક વાયરલ થઇ રહ્યો છે. ધોની પોલીસ ઓફીસરના યુનિફોર્મમાં નજરે પડી રહ્યો છે. એમ.એસ. ધોની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ પણ છે. નવેમ્બર 2011માં આયોજિત એક સમારોહમાં ધોનીને આ સન્માન આપવામાં આવ્યું હતું.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમશા પોતાના ચાહકોને સરપ્રાઇઝ આપતો રહે છે. આ વખતે પણ તેણે ચાહકોને હટકર સરપ્રાઇઝ આપી છે. ધોનીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં પૂર્વ વર્લ્ડકપ વિજેતા ધોની પોલીસ ઓફીસરના યુનિફોર્મમાં નજરે પડી રહ્યો છે.

જો કે, ધોની વાસ્તવમાં પોલીસ ઓફીસર નથી બન્યો કે કોઇ ફિલ્મની એક્ટીંગ માટે પણ યુનિફોર્મ નથી પહેર્યો. કેપ્ટન કુલ અનેક વખત જાહેરાતોમાં જુદા જુદા લૂકમાં નજરે પડે છે, આ વખતે પણ એક જાહેરાત માટે ધોની પોલીસ ઓફિસર બન્યો છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ પણ છે. આ સન્માન મળ્યા પછી ધોનીને એ બધી સુવિધા મળે છે જે સેનામાં એક જવાનને આપવામાં આવે છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતને વર્ષ 2007 અને વર્ષ 2011માં વર્લ્ડકપ જીતાડ્યો હતો.

ધોનીએ 15 ઓગસ્ટ 2020માં ઇન્ટરનેશનલ ક્રિક્રેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. એ પછી ધોની માત્ર ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL)માં જ રમતો નજરે પડે છે. ધોની IPLમાં ચેન્નાઇ સુપર કીંગ્સ ટીમનો કેપ્ટન છે. આ વખતે 2023ની IPLમાં પણ ધોની રમતો નજરે પડશે.

ધોનીની પોલીસ યુનિફોર્મમાં વાયરલ થયેલી તસ્વીર પર લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યુ કે ધોની આ લૂકમાં દમદાર નજરે પડે છે. તો એક યૂઝરે લખ્યુ કે ધોની IPL માટે જાહેરાત કરી રહ્યો છે. એક યૂઝરે લખ્યુ કે ધોની સામે રોહીત શેટ્ટીનો કોપ પણ ફીક્કી લાગે છે. તો એક યૂઝરે લખી દીધુ કે ધોની સિંઘમ-3માં કેમિયો કરવા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp