પાકિસ્તાનનો સૌથી હાર્ડ બોલર કોણ? સવાલ પર રોહિત શર્માનો જવાબ પર હસવું છૂટી જશે

PC: timesofindia.indiatimes.com

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 ઇન્ટરનેશનલ સીરિઝનો હિસ્સો નથી અને ક્રિકેટથી દૂર તે હાલના દિવસોમાં અમેરિકામાં બ્રેક પર છે. રોહિત શર્માએ આ દરમિયાન એક ઇવેન્ટમાં હિસ્સો લીધો, જ્યાં તેણે વર્લ્ડ કપ 2023 સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. રોહિત શર્માને એક ઇવેન્ટમાં પૂછવામાં આવ્યું કે તેને પાકિસ્તાનનો સૌથી મુશ્કેલ બોલર કોણ લાગે છે, તેના પર તેણે જવાબ આપ્યો, તે ખૂબ મજેદાર હતો.

રોહિત શર્માએ કહ્યું કે, જો તે એકનું નામ લેશે, તો બીજાને ખરાબ લાગી જશે. પાકિસ્તાનને લઈને રોહિત શર્માના જવાબ હંમેશાં જ કંઈક એવા હોય છે. જેનો લુપ્ત ફેન્સ લાંબા સમય સુધી ઉઠાવે છે. એવું જ કંઈક વર્ષ 2019 વર્લ્ડ કપમાં પણ જોવા મળ્યું હતું. વર્ષ 2019ના વર્લ્ડ કપમાં જ્યારે રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી, ત્યારે તેણે એક રિપોર્ટરને પૂછ્યું હતું કે તે પાકિસ્તાની બેટ્સમેનોને કંઈક ટિપ્સ આપવા માગશે, જેના પર આપેલો રોહિત શર્માનો જવાબ ખૂબ વાયરલ થયો હતો.

ખેર અત્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે, પાકિસ્તાન ટીમમાં તમને સૌથી હાર્ડ બોલર કોણ લાગી રહ્યો છે. રોહિત શર્માએ તરત જ પલટીને પૂછ્યું કે, કઈ ટીમમાં જેના પર રિપોર્ટરે ફરીથી કહ્યું કે પાકિસ્તાન ટીમમાં? તેના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, પાકિસ્તાનમાં બધા સારા બોલર છે યાર.. એવું કશું જ નથી, હું કોઈનું નામ નહીં લઉં ભાઈ, ખૂબ મોટી કન્ટ્રોવર્સી થઈ જાય છે. હું નામ-બામ નહીં લઉં. એક નામ લેતો તો બીજાને સારું ન લાગતું. બધા સારા ખેલાડી છે.

રોહિત શર્માના જવાબ પર ત્યાં ઉપસ્થિત વ્યક્તિ ખડખડાટ હસવા લાગ્યો, જેમાં તેની પત્ની રીતિકા સજદેહ પણ સામેલ છે. વર્ષ 2019 વર્લ્ડ કપના સમયે રોહિત શર્માએ કહ્યું કે, અત્યારે શું ટિપ્સ આપું હું, જો આગામી સમયમાં હું તેમનો બેટિંગ કોચ બન્યો તો જરૂર ટિપ્સ આપીશ, અત્યારે શું બોલું. રોહિત શર્મા વર્ષ 2019માં વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફરી એક વખત તેમને આશા હશે કે તે ભારતીય ટીમ માટે રનોનો વરસાદ કરે. 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે. આ વખત વર્લ્ડ કપની મેજબાની ભારત જ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp