ફરીથી ક્રિકેટ સાથે જોડાઈ મંદિરા બેદી, IPLની આ ટીમ સાથે કરશે કામ

PC: twitter.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પહેલા બધી ટીમો એક્ટિવ થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સને એવી ટીમ માનવામાં આવે છે, જે ઘણા યુવાન ભારતીય ક્રિકેટરોને પોતાની સાથે રમવાની તક આપે છે. રાજસ્થાન રોયલ્સે હવે નવા ટેલેન્ટની શોધમાં એક શો લાવી રહી છે, જેમાં દેશના અલગ અલગ શહેરોમાંથી ખેલાડીઓને શોધવામાં આવશે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસ અને એન્કર મંદિરા બેદી આ શોને હોસ્ટ કરવા જઈ રહી છે.

મંદિરા બેદી લાંબા સમય સુધી ક્રિકેટની હોસ્ટ રહી ચૂકી છે અને ઘણા ટીવી શો, IPLમાં મેચમાં તેણે હોસ્ટીંગ કર્યું છે. તેવામાં હવે ફરીથી એક વખત મંદિરા ક્રિકેટ જગતમાં કમબેક કરી રહી છે. રાજસ્થાન રોયલ્સ 'ક્રિકેટ કા ટિકીટ' નામનો શો લાવી રહી છે, જેનું પ્રસારણ કલર્સ ટીવી પર કરવામાં આવશે. મંદિરા બેદી જ આ શોને હોસ્ટ કરશે, મંદિરા ક્રિકેટની દુનિયામાં શરૂઆતી મહિલા પ્રેઝન્ટેટર્સમાંની એક રહી ચૂકી છે.

રાજસ્થાન દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોમોમાં જાણકારી આપવામાં આવી છે કે આ ક્રિકેટ શો 8 પાર્ટમાં હશે, 15 જાન્યુઆરીથી અલગ અલગ જગ્યાઓ પર તેનું રજિસ્ટ્રેશન શરૂ થશે. એક પુરુષ અને એક મહિલા ક્રિકેટર શોનો વિનર હશે, જેને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે અને સાથે જ રાજસ્થાન રોયલ્સની સાથે ટ્રાયલની તક મળશે. પ્રોમોમાં મંદિરા બેદીએ આ જાણકારી આપી છે.

મંદિરા બેદીએ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની ઘણી મેચોને હોસ્ટ કરી ચૂકી છે. સાથે જ તેમણે ઈન્ડિયન પ્રીમિયમ લીગની સીઝન પણ હોસ્ટ કરી છે અને ક્રિકેટ ફેન્સનું દિલ જીત્યું છે. હવે IPLમાં આ શો દ્વારા તે કમબેક કરી રહી છે. 50 વર્ષની મંદિરા બેદી બોલિવુડ એક્ટ્રેસ છે અને સાહો, શાંતિ, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. આજકાલ મંદિરા બેદી પોતાની ફિટનેસને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી જોવા મળે છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi)

2003ના વર્લ્ડ કપ દરમિયાન તેણે પોતાના હોટ અંદાજથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. 2003ના વર્લ્ડ કપ પછી 2007ના વર્લ્ડ કપમાં પણ તેણે એન્કરીંગ કર્યું હતું. આ સિવાય 2004 અને 2006ની ચેમ્પિયન ટ્રોફીમાં પણ મંદિરાએ પોતાનો જાદુ વિખેર્યો હતો. આપીએલની બીજી સીઝનમાં જોવા મળ્યા પછી તે હવે ફરીથી આઈપીએલ સાથે જોડાવવા માટે તૈયાર છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp