- Sports
- સ્પોર્ટ્સ મિનિસ્ટર મનોજ તિવારીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમા કરી સંન્યાસની જાહેરાત
સ્પોર્ટ્સ મિનિસ્ટર મનોજ તિવારીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમા કરી સંન્યાસની જાહેરાત
હાલમાં પશ્ચિમ બંગાળના સ્પોર્ટ્સ મિનિસ્ટર અને ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન મનોજ તિવારીએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારત માટે 15 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા મનોજ તિવારીએ પોતાના ટ્વીટર પર પોતાની ભારતીય ટીમની તસવીર શેર કરી છે, જેમાં તે પોતાના હેલમેટને ચુંબન કરતો નજરે પડે છે અને તેના કેપ્શનમાં થેન્ક યુ લખ્યું છે. એ સિવાય ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું છે. મનોજ તિવારીએ પોતાના સંન્યાસ સંદેશામાં લખ્યું કે, ‘ક્રિકેટની રમતને અલવિદા.

આ રમતે મને ઘણું બધુ આપ્યું છે, મારો અર્થ છે જે દરેક વસ્તુ જેની બાબતે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. એ સમયથી લઈને જ્યારે મારા જીવનને અલગ-અલગ પ્રકારની મુશ્કેલીઓથી પડકાર મળ્યો હતો, હું આ રમત અને ભગવાનનો હંમેશાં આભારી રહીશ, જે હંમેશાં મારા પક્ષમાં રહ્યા. આ અવસર પર હું એ લોકો પ્રત્યે પોતાની હાર્દિક કૃતજ્ઞાતા વ્યક્ત કરું છું, જેમણે મારી ક્રિકેટ યાત્રામાં ભૂમિકા નિભાવી છે. તેણે આગળ પોતાના પરિવાર, મિત્ર અને કોચોનો આભાર માન્યો અને લખ્યું કે, મારા બાળપણથી લઈને ગયા વર્ષ સુધી મારા બધા કોચનો આભાર. જેમણે મારી ક્રિકેટ ઉપલબ્ધિઓમાં ભૂમિકા ભજવી છે.
THANK YOU ? pic.twitter.com/xFWCJHSVka
— MANOJ TIWARY (@tiwarymanoj) August 3, 2023
તેણે લખ્યું કે, મારા પિતા તુલ્ય કોચ માનવેન્દ્ર ઘોષ ક્રિકે યાત્રામાં સ્તંભ રહ્યા છે. જો તે ન હોતા તો હું ક્રિકેટ જગતમાં ક્યાંય ન પહોંચી શકતો. ધન્યવાદ સર અને તમે જલદી સ્વસ્થ થવાની કામના કરું છું કેમ કે તમારું સ્વાસ્થ્ય સારું ચાલી રહ્યું નથી. મારા પિતાજી અને માતાનો આભાર. તેમણે ક્યારેય મારા પર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દબાવ ન નાખ્યો પરંતુ તેમણે મને ક્રિકેટમાં બન્યા રહેવા માટે પ્રોત્સાહિત કર્યો, મારી પત્ની સુષ્મિતા રોયનો ખૂબ ખૂબ આભાર, જે મારા જીવનમાં આવ્યા બાદ હંમેશાં મારી સાથે રહી.
તેણે આગળ લખ્યું કે, તેના નિરંતર સમર્થન વિના, હું જીવનમાં એ મુકામ સુધી ન પહોંચી શકતો, જ્યાં હું આજે છું. અને મારા બધા સાથીઓ, પૂર્વ અને વર્તમાન અને બંગાળ ક્રિકેટ એસોસિએશન અને એસોસિએશનના બધા સભ્યોને જેમણે મારી યાત્રામાં ભૂમિકા ભજવી છે અને હું એ ક્રિકેટ ફેન્સનો ઉલ્લેખ કેવી રીતે ન કરું, જેમણે મારા ઉતાર-ચડાવ દરમિયાન મારા સારા સમયની કામના કરી અને મને આજની દુનિયામાં એક ક્રિકેટ હસ્તી બનાવ્યો. મારા દિલની ઊંડાઈઓથી ખૂબ ખૂબ આભાર. એટલું જ નહીં જો મારાથી કંઈ છૂટી ગયું હોય જેનો ઉલ્લેખ કરતા હું ચૂકી ગયો હોઉ તો કૃપયા મારી ક્ષમાયાચના સ્વીકાર કરે. જીવનનું ઉદ્દેશ્યની શોધમાં. આભાર ક્રિકેટ.’

મનોજ તિવારીએ વર્ષ 2008માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ વર્ષ 2015 સુધી માત્ર 12 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી શક્યો. તો વર્ષ 2012માં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મનોજ તિવારીને વર્ષ 2012 સુધી 3 જ T20 ઇન્ટરનેશનલ મેચોમાં અવસર મળ્યો. વન-ડે ક્રિકેટમાં તેણે 287 રન અને T20 ક્રિકેટમાં માત્ર 15 રન બનાવ્યા છે. વન-ડે ક્રિકેટમાં એક સદી અને એક અડધી સદી પણ બનાવી છે, જ્યારે ઘરેલુ ક્રિકેટ તે ગયા વર્ષ સુધી રમ્યો છે.

