નીરજ ચોપરાને લઈને શું બોલી મનુ, ઓલિમ્પિક સ્ટારે જણાવ્યો ફ્યૂચર પ્લાન

PC: thehindu.com

મનુ ભાકર અને નીરજ ચોપડાના લગ્ન અફવા પર સ્ટાર શૂટરે પૂર્ણવિરામ લગાવી દીધો છે. પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓની વાતચીતનો વીડિયો સામે આવ્યા બાદ આ અફવા શરૂ થઈ ગઈ હતી. એવા સમાચારોને ત્યારે વધુ હવા મળી જ્યારે મનુ ભાકરની માતા નીરજ ચોપરાના માથા પર હાથ રખાવીને સોગંધ લેવડાવતી નજરે પડી. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ જીત્યા છે. નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

22 વર્ષીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકની સફળતા પર વાતચીત કરતા લગ્નની અફવા પર પણ જવાબ આપ્યો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, એ મારા કે નીરજ વચ્ચે એવું કશું જ નથી જેવી વાત થઈ રહી છે. તે ,મારો સીનિયર ખેલાડી છે. મનુ ભાકર 10 અને 25 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં રમે છે. તો નીરજ ચોપરા જેવલીન થ્રોઅર છે. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક બાદ 3 મહિનાની બ્રેક લઈ રહી છે. તેણે કહ્યું કે બ્રેકમાં હું વાયોલિન વગાડીશ અને હોર્સ રાઇડિંગની કોઈ ઇન્સ્ટિટ્યૂટ જોઇન્ટ કરીશ.

મની ભકારે એમ પણ કહ્યું કે, તે આગામી વખત વધુ સારું પ્રદર્શન કરશે. આગામી ઓલિમ્પિક 2028માં લોસ એંજિલસમાં થવાની છે. આ અગાઉ મનુ ભાકરના પિતા પણ સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે નીરજ ચોપરા અને મનુ ભાકરના લગ્ન થવા જઇ રહ્યા નથી. તેમણે મનુના લગ્ન બાબતે વિચાર્યું નથી અને મનુની માતા નીરજ ચોપરાને પોતાના દીકરા સમાન માને છે.

મનુ ભકારે પેરિસ ઓલિમ્પિક 2024માં પહેલું મેડલ જીત્યા બાદ કહ્યું કે, તેને તેમાં ગીતાથી મદદ મળી. તેણે જણાવ્યું હતું કે ગીતા મારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન છે. મને પહેલી વખત મમ્મીએ ગીતા વાંચવા માટે કહ્યું. મેં વાંચવાની શરૂ કરી અને મને તેનાથી ફાયદો મળ્યો. મનુએ એમ પણ કહ્યું હતું કે તે નિયમિત યોગ કરે છે. એ તેના જીવનનો હિસ્સો બની ગયો છે. મનુ ભાકર ભારત આવતાની સાથે જ જોરસર સ્વાગત થયું હતું. માણુએ તેની સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે, એવી રીતે શાનદાર સ્વાગતની આશા નહોતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp