ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન બોલ્યો-ભારતમાં ચાલબાજી સાથે પીચો તૈયાર કરવામાં આવી

PC: BCCI

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માર્ક ટેલરે હાલની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવેલી પીચોની જોરદાર નિંદા કરી છે. તેણે કહ્યું કે, આ પ્રકારની પીચ તૈયાર કરવામાં થોડી હદ સુધી ચાલબાજી કરવામાં આવી છે. ભારત 4 સીરિઝમાં 2-1થી આગળ છે અને અમદાવાદમાં એક ટેસ્ટ મેચ રમાવાની બાકી છે. નાગપુર અને નવી દિલ્હીની પીચોને ICCએ એવરેજ રેટિંગ આપી, જ્યારે મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા ઇન્દોરની પીચને ‘ખરાબ’ કરાર આપવામાં આવ્યો છે.

આ ખરાબ રેટિંગથી ઇન્દોરની પીચને ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યા છે અને આ અંક 5 વર્ષની અવધિ માટે બન્યા રહેશે. ભારતીય ટીમ બંને ઇનિંગમાં 109 અને 163 રનના સ્કોર પર સમેટાઇ ગઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 197 રન બનાવ્યા અને પછી ત્રીજા દિવસે સવારે તેણે 76 રનના લક્ષ્યનો પિછો કરીને જીત હાંસલ કરી. ટેલરે સિડની મોર્નિંગ હેરાલ્ડથી ઇન્દોરની પીચ રેટિંગને યોગ્ય કરાર આપતા કહ્યું કે, હું તેનાથી સહમત છું. મને નિશ્ચિત રૂપે લાગે છે કે સીરિઝ માટે પીચો પૂરી રીતે ખરાબ રહી છે.

તેણે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો ઈન્દોરની પીચ ત્રણેયમાંથી સૌથી ખરાબ હતી. મને નથી લાગતું કે પીચ પર પહેલા દિવસથી જ સ્પિનરોને એટલી મદદ મળવી જોઈએ. આ પૂર્વ ઓપનર બેટ્સમેને કહ્યું કે, મેચના ચોથા કે પાંચમા દિવસે જો એમ થાય છે, તો વસ્તુ સમજમાં આવે છે, પરંતુ જો પહેલા દિવસથી જ બૉલ એટલો બધો ટર્ન લે તો તે ખરાબ (પીચ) તૈયારીનું પરિણામ છે. મને લાગ્યું કે ઇન્દોરની પીચ ખૂબ જ ખરાબ છે અને એ જ હિસાબે રેટિંગ આપવી આપવી જોઈતી હતી.

જો કે, ભારતના પૂર્વ દિગ્ગજ સુનિલ ગાવસ્કર ઇન્દોરની પીચને ખરાબ રેટિંગ આપવાથી ખુશ નથી. તેમણે ગાબા પીચનું ઉદાહરણ આપ્યું, જ્યાં ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ બે દિવસની અંદર જ સમાપ્ત થવા છતા ICC દ્વારા એવરેજથી ખરાબ રેટિંગ આપવામાં આવી હતી. ટેલરે તેમની સાથે સહમતી વ્યક્ત કરતા કહ્યું કે, બ્રિસ્બેનની પીચ બંને ટીમો માટે સામાન હતી, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા સીરિઝની પહેલી 3 ટેસ્ટ માટે પૂરી રીતે સ્પિનરોની મદદગાર પીચ તૈયાર કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટને કહ્યું કે, ગાબાની પીચ પર દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બોલરોને પણ એટલી જ (ઓસ્ટ્રેલિયાના રૂપમાં) મદદ મળી, કેમ કે તેની પાસે 4 ખૂબ સારા ફાસ્ટ બોલર હતા. ભારતીય પીચના મામલે એવું નથી. અહી ચાલબાજી સાથે એવી પીચ તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, તેનાથી સારા અમારા સ્પિનરોએ હુનર દેખાડવાનો ચાંસ મળ્યો અને તેમણે ભારતના વિચારથી ઘણું સારું પ્રદર્શન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp