ખાનગી નોકરી હોત તો અત્યાર સુધીમાં નોકરીમાંથી કાઢી દીધો હોત રાહુલ પર વરસ્યા ફેન્સ

PC: BCCI

ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ મેચ મેચ પોતાના નામે કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચ જીતવા સાથે જ ભારતીય ટીમે 4 મેચોની સીરિઝમાં 2-0થી લીડ હાંસલ કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમે 6 વિકેટે જીત હાંસલ કરી છે. પરંતુ ભારતીય ટીમ માટે કે.એલ. રાહુલનું ફોર્મ પરેશાની બનતું જઈ રહ્યુ છે. નાગપુર ટેસ્ટમાં ફ્લોપ રહ્યા બાદ કે.એલ. રાહુલ દિલ્હી ટેસ્ટની બંને ઇનિંગમાં પણ ફ્લોપ રહ્યો છે. પહેલી ઇનિંગમાં કે.એલ. રાહુલે 41 બૉલમાં 17 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તેની સ્થિતિ વધુ ખરાબ નજરે પડી.

બીજી ઇનિંગમાં કે.એલ. રાહુલ માત્ર 3 બૉલનો મહેમાન હતો અને 1 રન બનાવીને બીજી વખત નાથન લાયનનો શિકાર બન્યો. આ રીતે તેને બીજી ટેસ્ટમાં માત્ર 18 રન બનાવ્યા. રાહુલના ખરાબ ફોર્મને સોશિયલ મીડિયા પર ફેન્સ એવી માગ કરી રહ્યા છે કે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે, અહીં સુધી કે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ કે.એલ. રાહુલને બહાર કરવાની માગ કરી નાખી. આવો જોઈએ ફેન્સ કઈ રીતે કે.એલ. રાહુલ પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

કે.એલ. રાહુલને ટ્રોલ કરતા ફેન્સ કહી રહ્યા છે કે, જો રાહુલ માટે ખાનગી નોકરી હોત તો તેને કાઢી દેવામાં આવતો. જ્યારે ઘણા અન્ય યુઝર્સ મીમ્સ બનાવીને એમ કહી રહ્યા છે કે.એલ. રાહુલનું આ જ રૂટિન છે કે સવારે ઊઠવાનું, જલદી નાહવાનું, ટોઇલેટ જવાનું અને પછી સૂઈ જવાનું. એક યુઝરે લખ્યું કે.એલ. રાહુલે નિર્ણાયક રન બનાવ્યો જે ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં લીડ મળ્યો, સારું રમ્યો રાહુલ. એક અન્ય યઝરે લખ્યું કે, કે.એલ. રાહુલે છેલ્લી 10 ઇનિંગમાં 125 રન બનાવ્યા છે અને તેના કરિયારમાં તેની એવરેજ 35 કરતા ઓછી અને વિડંબના એ છે તે ભારતનો ઉપકેપ્ટન છે.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં બેટિંગ કરતાં 263 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 262 પર ઓલઆઉટ થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાને 1 રનની લીડ મળી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઇનિંગમાં 113 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. તેને પહેલી ઇનિંગમાં 1 રનની લીડ મળી હતી જેથી ભારતીય ટીમને 115 રનનું લક્ષ્ય મળ્યું હતું. તો ભારતીય ટીમે આ લક્ષ્ય 6 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp