WTC ફાઇનલ માટે ICCએ મેચ અધિકારીઓની કરી જાહેરાત, ભારત માટે માઠા સમાચાર

PC: ICC

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ મેચ લંડનના ‘ધ ઓવલ’ મેદાનમાં રમાશે. આ મહત્ત્વની મેચ માટે બંને ટીમોએ પોત પોતાની 15 ખેલાડીઓ અને સ્ટેન્ડબાય ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી દીધી છે અને હવે ICCએ પણ આ હાઇવોલ્ટેજ મેચ માટે અમ્પાયર્સ અને બાકી અધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ICCએ ઓન ફિલ્ડ અમ્પાયરો, થર્ડ અને ફોર્થ અમ્પાયર અને મેચ રેફરીના નામ પર મહોર લગાવી દીધી છે.

આ મેચના અધિકારીઓની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ પ્રેમી, ભારત માટે માઠા સમાચાર બતાવી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે મેદાન પર રિચાર્ડ ઈલિંગવર્થ અને ક્રિસ ગેફની અમ્પાયરના રૂપમાં ઉપસ્થિત રહેશે તો ટીવી અમ્પાયર એટલે કે થર્ડ અમ્પાયરના રૂપમાં રિચર્ડ  કેટલબર્ગ ઓન ફિલ્ડ અમ્પાયરનો સાથ આપશે. ફોર્થ અમ્પાયરના રૂપમાં શ્રીલંકન દિગ્ગજ કુમાર ધર્મસેના હશે, જ્યારે મેચ રેફરીની જવાબદારી વેસ્ટ ઈન્ડીઝના રિચી રિચર્ડસનને મળી છે.

ઈલિંગવર્થ અને ગેફનીને ઇન્ટરનેશનલ સ્તર પર ખૂબ અનુભવ છે અને આ બંને અમ્પાયર ICCની એલિટ પેનલમાં સામેલ છે. આગામી ફાઇનલ મેચ ગેફનીની 49મી ટેસ્ટ, તો ઈલિંગવર્થની 64મી ટેસ્ટ હશે. થર્ડ અમ્પાયરના રૂપમાં ઉપસ્થિત રહેનારા રિચર્ડ કેટલબર્ગની આ સતત બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ છે. ગત ફાઇનલમાં પણ તેઓ ટી.વી. અમ્પાયરની ભૂમિકામાં ઉપસ્થિત હતા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે અધિકારીઓની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે.

બધા દર્શકોએ ભારતીય ટીમ માટે માઠા સમાચાર બતાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે પોતાની છેલ્લી ICC ટ્રોફી વર્ષ 2013માં જીતી હતી અને ત્યારબાદ દરેક ICC ઇવેન્ટની સેમીફાઇનલ અમે ફાઇનલ મેચમાં કેટલબર્ગે અમ્પાયરિંગ કરી છે, જેને લઈને દર્શક તેમને ભારતીય ટીમ માટે સારું માની રહ્યા નથી. એવામાં આગામી ફાઇનલ મેચમાં પણ રિચર્ડ ટી.વી. અમ્પાયરની ભૂમિકામાં નજરે પડવાના છે. એટલે ભારતીય ટીમ માટે એ માઠા સમાચાર માનવામાં આવી રહ્યા છે.

WTC માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા  (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન.

રિઝર્વ ખેલાડી:

સૂર્યકુમાર યાદવ, યશસ્વ જયસ્વાલ અને મુકેશ કુમાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp