26th January selfie contest

અશ્વિન-જાડેજા વિરુદ્ધ મદદ કરવા તૈયાર થયા આ દિગ્ગજ? બોલ્યા-તેના માટે કંઈ નહીં લઉ

PC: BCCI

ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પહેલી બે ટેસ્ટ મેચોમાં ભારતીય સ્પિનરોએ ખૂબ પરેશાન કર્યા. ખાસ વાત તો એ છે કે બંને જ ટેસ્ટ ભારતીય ટીમે 3 દિવસમાં પોતાના નામે કરી લીધી. મહેમાન ટીમે રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનના નેતૃત્વમાં ભારતીય સ્પિનરો વિરુદ્ધ 40માંથી 32 વિકેટ ગુમાવી. હવે દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેથ્યૂ હેડન ભારત વિરુદ્ધ હાલની ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગની સમસ્યા દૂર કરવા માટે તૈયાર છે. જો તેમને એમ કરવા કહેવામાં આવે છે તો.

મેથ્યૂ હેડને સ્ટાર સ્પોર્ટ્સ માટે સીરિઝ પર ટિપ્પણી કરતા કહ્યું કે, તેઓ ભારતીય સ્પિનરો વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની મદદ કરવા માટે ખુશી ખુશીથી હાથ આગળ વધારશે અને તેઓ તેના માટે કશું જ નહીં લે. સિડની મોર્નિંગ હેરાલ્ડે હેડનના સંદર્ભે કહ્યું કે, 100 ટકા, દિવસ કે રાત, કોઈ પણ સમય. 51 વર્ષીય પૂર્વ બેટ્સમેને કહ્યું કે, મને જ્યારે પણ કંઈક કરવા માટે કહેવામાં આવે છે, તો હું હંમેશાં કોઈ પણ સમયે તેના માટે હા કહું છું.

પૂર્વ કેપ્ટન માઇકલ કલાર્કે મહેમાન ટીમ મેનેજમેન્ટને હેડનની વિશેષજ્ઞતાનો ઉપયોગ કરવા માટે કહ્યું છે. જેમણે સ્ટીવ વૉના નેતૃત્વમાં વર્ષ 2001ના ઐતિહાસિક પ્રવાસ પર 110ની એવરેજથી રન બનાવ્યા હતા અને વર્ષ 2004માં સીરિઝ જીતનારી એડમ ગોલક્રિસ્ટના નેતૃત્વવાળી ટીમનો પણ હિસ્સો હતા. એડમ ગિલક્રિસ્ટની કેપ્ટન્સીવાળી ટીમ વર્ષ 1969 બાદ ભારતમાં સીરિઝ જીતનારી એકમાત્ર ઓસ્ટ્રેલિયન ટીમ હતી. હેડને કહ્યું કે, તેઓ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે સમય વિતાવવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પાસે કોઈ પૈસા નહીં લે, પરંતુ ઈચ્છે છે કે સંચાલન સંસ્થા હાલના ખેલાડીઓને જૂની પેઢી સાથે જોડે.

તેમણે કહ્યું કે, તમે તેમને (પૂર્વ ખેલાડીઓને) અલગ નહીં કરી શકો. જો તમે ટોપ ખેલાડી ઈચ્છો છો તો તમે ઓછામાં ઓછું તેમનું સન્માન તો કરી જ શકો છો. જો તમે CAની ભૂમિકામાં છો તો એક વ્યવસ્થા હોવી જોઈએ. આપણે કેવી રીતે આપણાં ખેલાડીઓમાં બૌદ્ધિક સંપત્તિ લાવીશું? એ જ પૂંજી છે. તેમણે ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યર, રિકી પોન્ટિંગ સાથે IPL ફ્રેન્ચાઇઝ દિલ્હી કેપિટલ્સ સાથે રહેવા દરમિયાન નજીકના સંબંધ અને ઇંગ્લેન્ડના T20 વર્લ્ડ કપની જીતમાં મેથ્યૂ મૉટની ભૂમિકાને ઉજાગર કરતા કહ્યું કે, કેવી રીતે અન્ય દેશ ઓસ્ટ્રેલિયાની સર્વશ્રેષ્ઠ કોચિંગ પ્રતિભાનો ઉપયોગ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે કહ્યું કે, જો ખેલાડી હાલના કોચિંગ સ્ટાફ સાથે હેડનને જોડવા ઈચ્છે છે તો તેઓ તેના માટે તૈયાર છે. જો મેથ્યૂ વ્યક્તિગત ખેલાડીઓને ફાયદો પહોંચાડી શકે છે, તો મને વિશ્વાસ છે કે વ્યક્તિગત ખેલાડી નિશ્ચિત રૂપે તેમની સાથે વાતચીતમાં સામેલ થશે. તેમણે ભારતમાં સીરિઝ માટે ટીમની તૈયારીનો બચાવ કરતા કહ્યું કે તેમણે સીરિઝ અગાઉ જે તૈયારી કરી હતી, તેને તેઓ બદલતા નથી. ટીમ દ્વારા સ્વીપ શૉટના વધુ પડતા પ્રયોગની નિંદા માટે કોચે હેડનને મજાકિયો જવાબ આપ્યો. હેડને પોતાની વાત સાબિત કરવા માટે સ્ટાર સ્પોર્ટ્સના કાર્યક્રમાં ઝાડુનો ઉપયોગ કર્યો હતો. મેકડોનાલ્ડે કહ્યું કે, શું તેઓ સ્વીપ કરવામાં પણ સફળ રહ્યા?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp