કોણ છે આ IPLની ‘મિસ્ટ્રી ગર્લ’, જે દરેક મેચમાં પંજાબની ટીમ સાથે દેખાય છે

PC: zeenews.india.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પંજાબ કિંગ્સ (PBKS)ને 4 મેચમાં બીજી હાર મળી છે. શિખર ધવનની કેપ્ટન્સીવાળી ટીમ પંજાબ કિંગ્સને ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ ગુરુવારે 6 વિકેટથી હાર મળી. પરંતુ આ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લની ખૂબ ચર્ચા થઈ રહી છે જે દરેક મેચમાં પંજાબની ટીમ સાથે નજરે પડે છે. આ મિસ્ટ્રી ગર્લનું નામ છે શશી ધીમન, જે ટીમના સોશિયલ મીડિયા પેજ માટે એંકરિંગનું કામ કરે છે. શશી ધીમને ઋષિ ધવન સહિત કેટલાક ખેલાડીઓનું ઇન્ટરવ્યૂ લીધું છે, જે સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યું છે.

શશી ધીમન એક સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટેન્ડ-અપ કોમેડી કરી રહી છે, તેના ઘણા વીડિયો પોપ્યુલર છે. ચંડીગઢની રહેવાસી શશી પંજાબી છે. એવામાં પંજાબ કિંગ્સના ફેન્સની ટીમ સાથે કનેક્શન પણ બની રહ્યું છે. શશી વર્ષ 2020થી મુંબઇમાં રહેતી હતી. તે ઘણી સ્ટેન્ડ-અપ, કોમેડી અને લાઈવ શૉ કરી રહી છે. તે વર્ષ 2022માં પંજાબ કિંગ્સ સાથે જોડાઈ. શશી ધીમન ફાર્મા સાયન્ટિસ્ટ છે, પરંતુ તે મેડિકલ સાયન્સના અભ્યાસ બાદ સ્ટેન્ડ-અપ કોમેડી તરફ વળી.

શશી ધીમનની ટીમ સોશિયલ મીડિયા પેજ માટે એંકરિંગ કરે છે પંજાબ કિંગ્સના યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ વીડિયો તેમજ રીલ્સમાં શશી ધીમન નજરે પડે છે. એ સિવાય પંજાબ કિંગ્સની ટીમના પ્રી તેમજ પોસ્ટ મેચ વીડિયોમાં પણ શશી ધીમન એંકરિંગ કરે છે. આ દરમિયાન પોતાની ટીમના નબળા તેમજ મજબૂત પહેલુંઓ પર ચર્ચા કરે છે. શશી ધીમનને હિન્દી, અંગ્રેજી સિવાય પંજાબી પણ બોલવાની આવડે છે, તે ઘણા વીડિયોઝમાં ખેલાડીઓ સાથે પંજાબીમાં પણ વાત કરે છે, શશી છેલ્લા 3-4 વર્ષથી સ્ટેન્ડ-અપ કોમેડી કરી રહી છે, તે દિલ્હી, ગુરુગ્રામ, જયપુર, બાંદ્રા તેમજ થાણેમાં શૉ કરી ચૂકી છે.

જો પંજાબની છેલ્લી મેચની વાત કરીએ તો તેની છેલ્લી મેચ ગુજરાત ટાઈટન્સ સાથે રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. તો 154 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સે 19.5 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ગુજરાત ટાઈટન્સ તરફથી સૌથી વધુ રન શુભમન ગિલે (67 રન) બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp