ભારતના પહેલવાનોને ઝટકો, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતીય રેસલિંગ સસ્પેન્ડ કરી

PC: themat.com

ભારતીય પહેલાવાનું નાક કપાઇ જેવું તેવું આકરું પગલું યુનાઇટેડ વર્લ્ડ ફેડરેશને લીધું છે.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે એક મોટો નિર્ણય લીધો છે જેને કારણે ભારતીય પહેલવાનો પર મોટી અસર પડી શકે છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે નિયત સમય મર્યાદામાં ચૂંટણી નહીં કરાવવાને કારણે ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ રદ કરી નાંખ્યું છે.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે  વર્લ્ડ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ રદ કરી નાંખ્યું છે, ભારત માટે આ મોટો ઝટકો છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે આ પગલું એટલા માટે લીધું છે, કારણકે ભારતીય કુસ્તી સંઘ 45 દિવસમાં ચૂંટણી કરાવી શક્યું નહોતું. ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી 12 ઓગસ્ટે નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે ચૂંટણીના એક દિવસ પહેલાં જ રોક લગાવી દીધી હતી.

 

આ નિર્ણયને કારણે આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલાવાને ભારતીય ધ્વજ નીચે સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભૂપિન્દર સિંહ બાજવાની આગેવાની હેઠળની એડહોક કમિટી 45 દિવસમાં ચૂંટણી યોજવાની વર્લ્ડ રેસલિંગ ફેડરેશનની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ જતાં ભારતીય પહેલવાનોએ 16 સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓલિમ્પિક-ક્વોલિફાઇંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ‘ ન્યુટ્રલ એથલેટ્સ' તરીકે ભાગ લેવો પડશે.

ભારતીય ઓલોમ્પિક સંઘે ગયા 27 એપ્રિલે એક એજહોક કમિટીની રચના કરી હતી અને આ કમિટીએ 45 દિવસની અંદર ચૂંટણી કરાવવાની હતી, પરંતુ કમિટી આમ કરવામાં નિષ્ફળ રહી હતી.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે 28 એપ્રિલે જ ચેતવણી આપી હતી કે ચૂંટણી કરાવવામાં નિયત સમય મર્યાદાનું જો પાલન કરવામાં નહીં આવશે તો ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ રદ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી PTIના એક અહેવાલમાં જણાવવમાં આવ્યું છે કે યુનાઇટેડ વર્સ્ટ રેસલિંગે બુધવારે રાત્રે એડહોક કમિટિને ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ રદ કરવાના નિર્ણયની જાણકારી આપી હતી.

આમ તો  રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી 7 મેના રોજ યોજાવાની હતી પરંતુ રમત મંત્રાલયે આ પ્રક્રિયાને અમાન્ય જાહેર કરી હતી. વિવિધ રાજ્ય કુસ્તી સંગઠનોએ ચૂંટણીમાં તેમની ભાગીદારી અંગે કોર્ટમાં અરજી કરી છે. આ જ કારણ છે કે રેસલિંગ એસોસિએશનની ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો છે.

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એ કુશ્તીની વર્લ્ડ ગર્વનિંગ બોડી છે, જેણે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું સભ્યપદ રદ કરી દીધું છે. આ વર્ષની શરૂઆતથીજ ભારતીય પહેલાવાનોમાં વિવાદ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp