MIએ IPL 2023 માટે રિચર્ડસનની જગ્યાએ આ ઘાતક બોલરને કર્યો સાઇન

PC: india.postsen.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં 5 વખત ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની શરૂઆત સારી રહી નથી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમને પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 8 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની ટીમ પોતાના ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને આ ટૂર્નામેન્ટમાં મિસ કરી રહી છે, પરંતુ આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સે એક ઘાતક ફાસ્ટ બોલરને પોતાની ટીમમાં જગ્યા આપી છે.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર રિલે મેરેડિથને પોતાની ટીમ માટે સાઇન કર્યો છે. તે 1.5 કરોડની રકમમાં આ ટીમમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે રિલે મેરેડિથને ઇજાગ્રસ્ત ઝાંય રિચર્ડસની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઝાંય રિચર્ડસનને વર્ષની શરૂઆતમાં બિગ બેશ લીગ (BBL) દરમિયાન હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે પોતાની ટીમ પર્થ સ્કોચર્સ માટે ફાઇનલમાં નજરે પડી શકે છે, પરંતુ એમ ન થયું.

તેને ભારતમાં 17 માર્ચથી મુંબઇમાં શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની 16 સભ્યોની વન-ડે ટીમ સિલેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ હેમસ્ટ્રિંગની સમસ્યાથી ફરીથી પીડિત થવાના કારણે વન-ડે સીરિઝથી બહાર થયો અને હવે IPL 2023થી બહાર થઈ ચૂક્યો છે. ઝાંય રિચર્ડસનને મુંબઈ ઇન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL રીલિઝ મુજબ આ જ પ્રાઇઝ પર તેણે રિલે મેરેડિથને ટીમમાં સામેલ કર્યો છે. હાલમાં મુંબઈ ઇન્ડિયન્સમાં ફાસ્ટ બોલરોની કમી છે અને રિલે મેરેડિથ આવવાથી તેની બોલિંગ લાઇનઅપને મજબૂતી મળશે. રિલે મેરેડિથ પહેલા પણ IPLનો હિસ્સો રહી ચૂક્યો છે.

રિલે મેરેડિથને IPL 2021માં પંજાબ કિંગ્સ (PBKS)એ 8 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો હતો. તો ત્યારબાદ IPL 2022માં તેને મુંબઈ ઇન્ડિયન્સે જ 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રિલે મેરેડિથે 5 T20 ઇન્ટરનેશનલ રમી છે, જેમાં 8 વિકેટ લીધી છે. જેમાં એક મેચમાં 3 વિકેટ સામેલ છે. તો IPLની વાત કરીએ તો તેણે 13 મેચોમાં 12 વિકેટ હાંસલ કરી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 9ની રહી છે. જસપ્રીત બુમારહ અને ઝાંય રિચર્ડસનની ગેરહાજરીમાં રિલે મેરેડિથ જોફ્રા આર્ચરનો સારો સાથ આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp