IPLમાંથી બહાર થયા બાદ બુમરાહ પર લાગ્યો હારનો આરોપ, કોચે આપ્યું આ નિવેદન

રેકોર્ડ 5વારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સની ગેમ IPLની હાલની સિઝનમાં સમાપ્ત થઈ ગઈ છે. તેને શુક્રવારે અમદાવાદમાં રમવામાં આવેલી એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સે માત આપી. હવે મુંબઈ ટીમના કોચ માર્ક બાઉચરે મોટું નિવેદન આપ્યું છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ટીમ ગુજરાત ટાઇટન્સે IPL 2023ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ પર 62 રનોથી જીત મેળવી. શુભમન ગિલ (129) ની શાનદાર સદીને પગલે ગુજરાતે 3 વિકેટ પર 233 રનનો મોટો સ્કોર બનાવ્યો. ત્યારબાદ મુંબઈની ટીમ 18.2 ઓવરમાં 171 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે 38 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 61 રન બનાવ્યા. ગુજરાતના પેસર મોહિત શર્માએ માત્ર 2.2 ઓવરમાં 5 વિકેટ લીધી.
હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ માર્ક બાઉચરે પોતાના પ્રમુખ ફાસ્ટ બોલર્સની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, જસપ્રીત બુમરાહ ઉપલબ્ધ નહોતો, જોફ્રા આર્ચર પણ ના રમી શક્યો. તે ગુણવત્તાવાળા ખેલાડી છે. જો તમે પોતાના ગુણવત્તાવાળા ખેલાડીઓને ગુમાવી રહ્યા છો, તો હાં આ એક કમી છે. કોઈના પર દોષ નથી લગાવી રહ્યો પરંતુ, એવી બાબતો બને છે. તેનું નુકસાન થાય છે અને તમારે તેની સામે લડવાનું હોય છે.
કોચ બાઉચરે આગળ કહ્યું, મેં વિચાર્યું હતું કે જે લોકો અમે પસંદ કર્યા, તેમણે આવી સ્થિતિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું જ્યાં તેમને કદાચ પહેલાથી નહોતા લેવામાં આવ્યા. આથી, તેમને ઉતારવામાં આવ્યા. આ રીતે બે (બુમરાહ અને આર્ચર) ખેલાડીઓને ગુમાવ્યા બાદ એ મુશ્કેલ હતું પરંતુ, અમે અમારું સર્વશ્રેષ્ઠ આપ્યું અને અમે બહુ સારા નહોતા. બાઉચરે ભાર આપતા કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની ફિટનેસના આધાર પર કેટલાક મોટા નિર્ણયો લેવા પડે છે.
બાઉચરે આગળ કહ્યું, તમે તમારા બે સ્ટાર ખેલાડીઓને બોલિંગ લાઇન-અપમાં ગુમાવી દો છો, અહીં જ કોઈ ખામી રહી જાય છે. અમે તેને જેટલું સંભવ થઈ શકે, યોગ્ય કરવાનો પ્રયત્ન કર્યો. આશા છે કે, ખેલાડી ઈજામાંથી જલ્દી બાહર આવી જશે. જો તેઓ ના કરી શકે તો અમારે અન્ય ખેલાડીઓ જોવા પડશે. એવી ઘણી બાબતો છે જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ પરંતુ, મારા માટે હવે ખામીઓને લઇને બોલવું મુર્ખામી હશે. મને લાગે છે કે, આ સમય છે કે બસ આરામથી બેસો, થોડું ચિંતન કરો, ભાવનાઓને તેમાંથી બહાર કાઢો અને કંઈક સારું કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp