26th January selfie contest

IPLમા કોઈએ જેના પર બોલી ન લગાવી એ બ્રેસવેલે અટકાવી દીધેલા ટીમ ઈન્ડિયાના શ્વાસ

PC: espncricinfo.com

ભારત વિરુદ્ધની પહેલી વનડે મેચમાં માઈકલ બ્રેસવેલે 78 બોલમાં 140 રનની ઈનિંગ રમીને એક સમયે ટીમ ઈન્ડિયાના શ્વાસને રોકી દીધા હતા. પોતાની ઈનિંગમાં બ્રેસવેલે 12 ચોગ્ગા અને 10 સિક્સ માર્યા હતા. માઈકલ બ્રેસવેલે મેચને પલટી નાખી હતી. પરંતુ આખરી સમય પર ભારતીય બોલરોએ વાપસી કરી અને 12 રનથી મેચને જીતી લીધી હતી. મેચ પત્યા પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ બ્રેસવેલના વખાણ કર્યા હતા.

રોહિતનું માનવું હતું કે બ્રેસવેલ બોલ પર જબરજસ્ત પ્રહાર કરીરહ્યો હતો. રોહિતે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો જે રીતે માઈકલ બ્રેસવેલ બેટિંગ કરી રહ્યો હતો અને જે રીતે બેટ પર બોલ આવી રહી હતી તે ક્લીન બોલ-સ્ટ્રાઈકિંગ હતી. 31 વર્ષના માઈકલ બ્રેસવેલને આઈપીએલ 2023માં થયેલી નિલામીમાં કોઈએ ખરીદ્યો નથી. તેની બેઝ પ્રાઈસ એક કરોડ રૂપિયા હતી. બ્રેસવેલ ડગ બ્રેસવેલ અને કોમેડિયન મેલાની બ્રેસવેલનો કઝીન ભાઈ છે. ખાસ વાત એ છે કે ડગ બ્રેસવેલ પણ ક્રિકેટર છે અને તે હાલ વનડે સીરિઝમાં ન્યુઝીલેન્ડ ટીમનો ભાગ છે.

માઈકલ બ્રેસવેલે પાંચ વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. ખાસ વાત એ છે કે માઈકલ બ્રેસવેલે પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં એડમ ગિલક્રિસ્ટની જેમ ટોપ ઓર્ડરનો વિકેટકીપર- બેટ્સમેન હતો. પરંતુ પછીથી તેણે વિકેટકીપિંગ છોડી ઓફ-સ્પિન બોલિંગ પર ફોકસ કર્યું. મતલબ તે એક બેટિંગ ઓલરાઉન્ડર બની ગયો. માઈકલ બ્રેસવેલે માર્ચ 2022માં નેધરલેન્ડ વિરુદ્ધની મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

બે મહિના પછી એટલે કે મે 2022માં તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. માઈકલ બ્રેસવેલને અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ, 17 વનડે અને 13 T20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં બ્રેસવેલે 173 રન બનાવવા સિવાય 13 વિકેટ લીધી છે. વનડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો બ્રેસવેલના નામ પર 14 વિકેટ સિવાય 46.20ની સરેરાશથી 462 રન નોંધાયેલા છે. જ્યારે T20 ઈન્ટરનેશનલ મેચમાં માઈકલ બ્રેસવેલે 17 વિકેટ લીધી છે અને સાથે જ 90 રન બનાવ્યા છે. ગઈકાલે જો ભારતીય બોલરો બ્રેસવેલની ક્રિકેટ લેવામાં અસફળ નીવડ્યા હોતે તો ન્યુઝીલેન્ડની ટીમે પહેલી મેચ પોતાના નામ પર કરી લીધી હોતે.

ભારત વિરુદ્ધ રમેલી શતકીય ઈનિંગ દરમિયાન બ્રેસવેલે એક મોટો રેકોર્ડ પોતાના નામ પર કરી લીધો છે. જમણાં હાથના બેટ્સમેને માત્ર 57 બોલમાં શતક બનાવ્યું હતું. જે ન્યુઝીલેન્ડના કોઈ બેટ્સમેન દ્વારા ભારત વિરુદ્ધની વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી શતક છે. સાથે જ વનડે ક્રિકેટ મેચમાં કોઈ કીવી બેટ્સમેનનું આ ત્રીજું સૌથી ઝડપી શતક પણ રહ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp