- Sports
- ગંભીરના વર્તનથી ભડક્યો ઇંગ્લેન્ડનો પૂર્વ ખેલાડી, કહ્યું- શા માટે કોચ પણ તેમા...
ગંભીરના વર્તનથી ભડક્યો ઇંગ્લેન્ડનો પૂર્વ ખેલાડી, કહ્યું- શા માટે કોચ પણ તેમા...
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની વચ્ચે થયેલી જીભાજોડીએ સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધુ છે. ગંભીર-કોહલીએ જે હરકત કરી છે, તેને લઇને પૂર્વ ક્રિકેટર હવે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. હવે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પણ પોતાનો અભિપ્રાય આ મામલામાં આપ્યો છે. ક્રિકબઝની સાથે વાત કરતા વૉને ખાસ કરીને ગૌતમ ગંભીરની હરકતને ખોટી ગણાવી છે. વૉને કહ્યું કે, ખેલાડીઓનું ગેમ દરમિયાન એકબીજા સાથે બહેશ કરવાનું ચાલતું રહે છે. મોર્ડન ક્રિકેટમાં હવે આ સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ કોચનું આ પ્રકારે આ મામલામાં પડવું ચોંકાવનારું છે.

પૂર્વ ઇંગ્લેન્ડ કેપ્ટને આગળ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, મને ખેલાડીઓના નાના-નાના ટકરાવોથી કોઈ ફરક નથી પડતો. આ માત્ર ગેમ છે. તમે તેને દરરોજ જોવા નથી માંગતા પરંતુ, મને કોચને તેમા સામેલ થતા જોવુ પસંદ નથી. હું એ નથી જોતો કે કોચ અથવા કોચિંગ વિભાગનો કોઈપણ હિસ્સો ગેમમાં શા માટે સામેલ થઈ રહ્યો છે. મેદાન પર જે થાય છે તે મેદાન પર રહે છે. જો બે ખેલાડીઓની વચ્ચે કોઈ બહેસ થાય છે, તો તેમણે તેને સોલ્વ કરવાની જરૂર છે. કોચોનું કામ ખેલાડીઓના મતભેદમાં પોતાને સામેલ કરવાનું નહીં પરંતુ, ડગઆઉટ અથવા ડ્રેસિંગ રૂમમાં રહીને રણનીતિઓને બનાવવાનું છે.

જણાવી દઈએ કે, લખનૌ અને બેંગ્લોરની વચ્ચે રમાયેલી મેચ બાદ ગંભીર અને કોહલી એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર તેને લઇને બવાલ મચી ગઈ હતી. ફેન્સ પણ આ લડાઈને લઈ પોતપોતાની વાતો સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા હતા. BCCIએ કોહલી-ગંભીર અને નવીન ઉલ હક પર એક્શન લેતા ત્રણેય ખેલાડીઓ પર દંડ લગાવી દીધો હતો. કોહલી અને ગંભીર પર મેચ ફીના 100 ટકા દંડ લગાવવામાં આવ્યો જ્યારે નવીન પર 50 ટકા દંડ લગાવવામાં આવ્યો છે.

કોહલી અને ગંભીર વચ્ચે IPL 2013 સિઝનમાં પણ બોલાચાલી થઈ ચુકી છે. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન હતો. પરંતુ, આ વખતે તે લખનૌ ટીમનો મેન્ટર છે. તેમજ આ IPLમાં ગંભીર અને વિરાટ કોહલી એકબીજાને ગળે મળતા પણ દેખાયા હતા. આ નજારો ત્યારનો છે જ્યારે લખનૌએ બેંગલુરુને 10 એપ્રિલે હરાવી હતી.

