
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન છેલ્લાં કેટલાક સમયમાં ખૂબ જ ખરાબ રહ્યું છે. તેણે પોતાન જ ઘરમાં ઈંગ્લેન્ડ અને પછી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો. આ ખરાબ પ્રદર્શનને જોતા પાકિસ્તાન ક્રિકેટ ટૂંક સમયમાં જ નવો કોચ નિયુક્ત કરવાનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ મિકી આર્થરને ઓનલાઈન હેડ કોચ બનાવવાનું છે. જો આવુ થશે તો વર્લ્ડ ક્રિકેટમાં આવુ પહેલીવાર બનશે. પરંતુ, પૂર્વ ચીફ સિલેક્ટર શાહિદ આફ્રિદીએ PCBના આ નિર્ણયની ટીકા કરી છે.
આશરે એક મહિના સુધી પાકિસ્તાન ટીમના ચીફ સિલેક્ટર રહેલા શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, આ મેં પણ હાલ ન્યૂઝમાં જોયુ. મને તો એ સમજાઈ નથી રહ્યું કે ઓનલાઈન કોચિંગ કઈ રીતે થશે. ખબર નહીં આ લોકોનો શું પ્લાન છે. મને તો કંઈ સમજાઈ નથી રહ્યું.
શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBના ઓનલાઈન હેડ કોચના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. શાહિદ આફ્રિદ આફ્રિદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, માત્ર બહારના દેશમાંથી જ કોચ શા માટે? આપણા દેશમાં પણ એવા લોકો છે જે કોચ બની શકે છે. હાં, PCB એ જુએ છે કે આપણા દેશના જે કોચ બનાવવામાં આવે છે, તે રાજકારણ અને પસંદ-નાપસંદના ખેલાડીઓમાં વહેંચાઇ જાય છે. જોકે, તેમ છતા આપણે ત્યાં પણ કેટલાક લોકો છે જે આ જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવી શકે છે.
શાહિદ આફ્રિદીએ આગળ કહ્યું હતું કે, મારા ખ્યાલમાં ક્રિકેટમાં પોલિટિક્સને સાઈડમાં રાખીને સારા અને સ્ટ્રોંગ નિર્ણયો કરવા પડશે. ત્યારે જઈને આપણી ક્રિકેટ ટીમ આગળ જઈને પરફોર્મ કરી શકશે. પરંતુ, એ જરૂરી નથી કે બહારના જ કોચ હોય. આપણી પાસે પણ પાકિસ્તાનમાં એવા લોકો છે, જે ટીમને લીડ કરી શકે છે. કોચિંગ છે અને મેનેજમેન્ટ છે. કોઈ મુશ્કેલ કામ તો નથી.
Shahid Afridi Criticising Najam Sethi's decision over Online coach. #shahidafridi #najamsethi pic.twitter.com/hVID6bTuvg
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 30, 2023
મિકી આર્થર આ પહેલા પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો હેડ કોચ રહી ચુક્યા છે. તેમણે 2016થી 2019 સુધી પાકિસ્તાન ટીમ સાથે હેડ કોચ તરીકે કામ કર્યું હતું. મિકી આર્થરે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી ટીમો સાથે કોચ તરીકે કામ કર્યું છે. મિકી આર્થર જો પાકિસ્તાનના નવા કોચ બનશે તો તેઓ ટીમને ઓનલાઈન કોચિંગ આપશે પરંતુ, વર્લ્ડ કપ 2023 દરમિયાન તેઓ ટીમ સાથે ભારતના પ્રવાસ પર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp