ફાફ ડુ પ્લેસીસે RCBની મોટી ખામી બતાવી, DKનો ઉલ્લેખ કરતા જુઓ શું કહ્યું

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 હવે પૂર્ણાહુતિ તરફ છે. બધી લીગ મેચો રવિવારથી પૂરી થઈ ગઈ છે અને હવે બે ક્વાલિફાયર મેચ, એક એલિમિનેટર મેચ અને પછી ફાઇનલ એમ ચાર મેચો બચી છે. ત્યારબાદ IPLને નવી ચેમ્પિયન ટીમ મળી જશે. IPL 2023 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે IPLની 16મી સીઝન દરમિયાન નિરાશાજનક પ્રદર્શનને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાની ટીમ આ સીઝનમાં પ્લેઓફમાં ન પહોંચાવને લઈને એક મોટી ખામી તરફ ઈશારો કર્યો.

ફાફ ડુ પ્લેસીસે કહ્યું કે, નીચેના ક્રમમાં આ વખત કોઈ એવો બેટ્સમેન નહોતો, જે વિસ્ફોટક અંદાજમાં મેચને ફિનિશ કરી શકે, દિનેશ કાર્તિકનું ફોર્મ સારું નહોતું અને આ કારણે ટીમને ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સૌથી વધુ 2 વિકેટ નૂર અહમદને મળી, જ્યારે શમી, યશ દયાલ અને રાશિદ ખાનને 1-1 વિકેટ મળી હતી.

વિરાટ કોહલીએ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતા સતત બીજી સદી બનાવી હતી, પરંતુ તેની આ સદી પણ બેકાર ગઈ. ગુજરાત ટાઈટન્સે આ ટારગેટ 19.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો. શુભમન ગિલે માત્ર 52 બૉલમાં 5 ફોર અને 8 સિક્સની મદદથી 104 રનોની ઇનિંગ રમીને ટીમને સફળ જીત અપાવી દીધી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટ્રોફી જીતવાનું સપનું ફરી એક વખત તૂટી ગયું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધી એક પણ વખત ટ્રોફી જીતી શકી નથી.

તો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસનું માનવું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આ વખત એક ફિનિશરની અછત વર્તાઇ. તેણે મેચ બાદ કહ્યું કે, અમારે મેચોને ફિનિશ કરવામાં સુધાર લાવવો પડશે. ખાસ કરીને ઝડપથી રન બનાવવાની જરૂરિયાત છે. ગયા વર્ષે દિનેશ કાર્તિક ખૂબ સારા ફોર્મમાં હતો અને શાનદાર રીતે મેચો ફિનિશ કરી રહ્યો હતો, પરંતુ આ સીઝનમાં તે એ હિસાબે રણ ન બનાવી શક્યો. જો તમે બીજી ટીમોને જુઓ તો તેમની પાસે છઠ્ઠા સાતમા નંબર પર સારા હિટર્સ ઉપસ્થિત હતા. અમને આ પ્રકારના શાનદાર હિટર્સની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp