
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલની ફુટબોલ ટીમનો કેપ્ટન છે અને હાલમાં જ સાઉદી અરબ સાથે ફુટબોલ ક્લબ અલ નસ્ર સાથે જોડાવાના કારણે ચર્ચામાં આવ્યો હતો. અલ-નસ્ર હવે 2025 સુધી દર વર્ષે આશરે 1800 કરોડ રૂપિયા આપશે. મીડિયા રિપોર્ટ્સમાં તેને ફુટબોલની દુનિયામાં સૌથી મોંઘો કરાર ગણાવવામાં આવી રહ્યો છે. હવે રોનાલ્ડોને લઈને કેટલાક દાવા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પહેલા દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે, રોનાલ્ડોએ એક સવાલના જવાબમાં કહ્યું કે, તેને ઈસ્લામ સાથે સૌથી વધુ પ્રેમ છે. દાવા સાથે રોનાલ્ડો અને એક મહિલાની તસવીર પણ શેર કરવામાં આવી રહી છે.
ફેસબુક યુઝર યૂસુફ ખાને વાયરલ તસવીર શેર કરીને લખ્યું, સાઉદી અરબની આ મુસ્લિમ મહિલાએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને એક સવાલ પૂછ્યો. રોનાલ્ડો તમે સૌથી વધુ કોને પ્રેમ કરો છો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કહ્યું, હું ઈસ્લામને પ્રેમ કરું છું. અલહમદુલિલ્લા
ઘણા અન્ય ફેસબુક યુઝર્સે વાયરલ તસવીરને આ દાવા સાથે જ શેર કરી છે. બીજા દાવામાં રોનાલ્ડોનો એક ઈન્સ્ટાગ્રામ લાઈવ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોના આધાર પર દાવો છે કે, રોનાલ્ડો અલ-નસ્ર સાથે જોડાયા બાદ ઈંશાઅલ્લાહ બોલ્યો. ટ્વિટર હેન્ડલ @KYSTARએ વાયરલ વીડિયોને ટ્વિટ કર્યો છે અને તેના પર અત્યારસુધીમાં 5 લાખ કરતા પણ વધુ વ્યૂઝ આવી ચુક્યા છે.
જોકે, આ દાવાઓની તપાસ કરતા તે ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. પહેલા દાવામાં શેર કરવામાં આવી રહેલી તસવીરને સૌથી પહેલા રિવર્સ ઈમેજ સર્ચની મદદથી શોધી. સર્ચમાં વાયરલ તસવીર ટ્વિટર અકાઉન્ટ CristianoXtra પર મળી. ટ્વિટ 28 જાન્યુઆરી, 2022 ના રોજ કરવામાં આવ્યું હતું અને તેનું લોકેશન દુબઈ જણાવવામાં આવી રહ્યું છે. અહીંથી ક્લૂ લઈને સર્ચ કર્યું તો Expo 2020 Dubai ના ટ્વિટર અકાઉન્ટ પર વાયરલ ફોટો સાથે સંકળાયેલો વીડિયો મળ્યો. આ વીડિયોને ટ્વિટર પર 28 જાન્યુઆરી, 2022ના રોજ ટ્વિટ કરવામાં આવ્યો હતો.
Cristiano Ronaldo after signing for Al Nassr: pic.twitter.com/jQLLtorysv
— KYSTAR (@KYSTAR) December 31, 2022
થોડું વધુ સર્ચ કરવા પર વાયરલ તસવીર દુબઈ એક્સ્પોની વેબસાઈટ virtualexpodubai.com પર મળી. આ તસવીર એક ઈન્ટરવ્યૂની હતી, જેને 28 જાન્યુઆરી, 2022મા રોજ દુબઈ એક્સપો દરમિયાન લેવામાં આવી હતી. 18 મિનિટના આ ઈન્ટરવ્યૂને virtualexpodubai.com પર અપલોડ કરવામાં આવ્યો છે. રોનાલ્ડોનું ઈન્ટરવ્યૂ લઈ રહેલી મહિનાનું નામ Marjan Faraidooni છે, જે દુબઈ એક્સપો 2022માં ચીફ એક્સપીરિયન્સ ઓફિસર હતી. આ આખા ઈન્ટરવ્યૂ દરમિયાન રોનાલ્ડોએ ઈસ્લામને સૌથી વધુ પ્રેમ કરવાની વાત નથી કહી.
Cristiano Ronaldo:
— CristianoXtra (@CristianoXtra_) January 28, 2022
"I thank all my fans, and I did not expect such a large number of attendees, and I love Dubai, its culture and its people, and I visit Dubai every year, and I am very happy to be here. " pic.twitter.com/KEDrpAtTAc
બીજા દાવાની વાત કરીએ તો, રોનાલ્ડોના ઈંશાઅલ્લાહવાળા વીડિયોને રિવર્સ ઈમેજ સર્ચની મદદથી શોધ્યો. સર્ચમાં વાયરલ વીડિયો ફેસબુક પેજ Süper Lig International પર મળ્યો. 7 ઓક્ટોબર, 2020ના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોનું કેપ્શન છે-Cristiano Ronaldo: "Khabib is gonna Win InshAllah."
Record breaking goal scorer and legend footballer Cristiano Ronaldo swapped the football pitch with Al Wasl Plaza, where he engaged in a Q&A session amid cheers of his huge Dubai fan base at Expo 2020 Dubai.#Expo2020 #Dubai @Cristiano pic.twitter.com/1XKn4SRWmc
— Expo 2020 Dubai (@expo2020dubai) January 28, 2022
અહીંથી ક્લૂ લઈને વીડિયો વિશે સર્ચ કરવા પર તેની સાથે સંકળાયેલો મીડિયા રિપોર્ટ મળ્યો. બ્રિટનની વેબસાઈટ The Sunમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, રોનાલ્ડોએ રશિયાના માર્શલ આર્ટ ખેલાડી ખબીબ નુર્માગોમેદોવને તેની મેચ પહેલા શુભકામનાઓ આપી હતી. એટલે કે એ સ્પષ્ટ છે કે રોનાલ્ડોના ઈંશાઅલ્લાહ બોલવાવાળો વીડિયો અલ-નસ્ર સાથે જોડાવા પહેલાનો છે.
આમ, તપાસમાં રોનાલ્ડોને લઈને કરવામાં આવી રહેલા દાવા ભ્રામક સાબિત થયા. રોનાલ્ડોએ ના તો પોતાના ઈન્ટરવ્યૂમાં ઈસ્લામને સૌથી વધુ પ્રેમ કરવાની વાત કહી છે અને ના અલ-નસ્ર ફુટબોલ ક્લબ સાથે જોડાયા બાદ ઈંશાઅલ્લાહ બોલ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp