લગ્ન કરીને પાછો ફર્યો DCનો આ ખતરનાક ખેલાડી, RCB વિરુદ્ધ રમી શકે છે

PC: twitter.com

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી મિચેલ માર્શ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સ (DC) સાથે પાછો જોડાઈ ગયો છે. મિચેલ માર્શ IPLના એક અઠવાડિયાનો બ્રેક લઈને લગ્ન કરવા પોતાના દેશ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. તેણે 10 એપ્રિલના રોજ પોતાની ગર્લફ્રેન્ડ ગ્રેટા માર્ક સાથે લગ્ન કર્યા હતા. જો કે, હવે મિચેલ માર્શ ભારત પાછો આવી ગયો છે અને પોતાના કેમ્પ સાથે જોડાઈ ગયો છે.

આ દરમિયાન દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રેક્ટિસ બાદ પોતાના લગ્ન બાબતે વાત કરતો નજરે પડી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મિચેલ માર્શ ટીમના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં મિચેલ માર્શ પોતાના છેલ્લા કેટલાક દિવસો બાબતે વાત કરતા પોતાના લગ્ન બાબતે વાત કરતો નજરે પડી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Delhi Capitals (@delhicapitals)

સાથે જ તે આ વીડિયોમાં પાછો ટીમ કેમ્પ સાથે જોડાયા બાદનો અનુભવ શેર કરી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, મિચ માર્શ પાછા આવી ગયા છે અને ચાર્જ માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે એક દિલ્હી કેપિટલ્સની ટીમ આ સીઝન ખૂબ જ ખરાબ દૌરમાંથી પસાર થઈ રહી છે. ડેવિડ વોર્નરના નેતૃત્વમાં ટીમને સતત 4 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હીની ટીમને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), ગુજરાત ટાઈટન્સ (GT), રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં શરમજનક હાર મળી છે અને ટીમ આ સમયે પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચેના સ્થાન પર છે. તો દિલ્હી કેપિટલ્સની આગામી મેચ શનિવાર (15 એપ્રિલ)ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ થશે. બંને ટીમો વચ્ચે આ મેચ બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. દિલ્હીની ટીમ આ મેચમાં પોતાની પહેલી જીત હાંસલ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp