ભારત વિરુદ્ધ T20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમની થઇ જાહેરાત, જુઓ કોણ-કોણ છે ટીમમાં

PC: pipanews.com

હાલમાં ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ તો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝ રમી રહી છે. ત્યારબાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ અને એટલી જ મેચોની T20 સીરિઝ રમવાની છે. ભારતના પ્રવાસે આવનારી ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા વન-ડે ટીમની જાહેરાત કરી દીધી હતી, પરંતુ હવે 3 મેચોની T20 સીરિઝ માટે પણ પોતાની ટીમ જાહેર કરી દીધી. સ્ક્વોડમાં 15 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે અને ટીમની કેપ્ટન્સી ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર સંભાળશે.

ટીમમાં ડાબા હાથના અનકેપ્ડ ફાસ્ટ બોલર બેન લિસ્ટરને પણ જગ્યા મળી છે. ભારત વિરુદ્ધ વન-ડે સીરિઝ સાથે-સાથે T20 સીરિઝમાં પણ કેન વિલિયમ્સન અને ટિમ સાઉથી જેવા અનુભવી ન્યૂઝીલેન્ડના ખેલાડી નજરે નહીં પડે. આ બંને ખેલાડી પાકિસ્તાનના પ્રવાસ બાદ સ્વદેશ ન્યૂઝીલેન્ડ જતા રહેશે. સ્ક્વોડમાં ICC પુરુષ T20 વર્લ્ડ કપ રમનારી ટીમના 9 સભ્ય છે, જેનું આયોજન ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં થયું હતું. જો કે, એકમાત્ર અનકેપ્ડ ખેલાડી બેન લિસ્ટર અને હેનરી શિપલે છે.

હેનરી શિપલેએ હાલમાં જ પાકિસ્તાનના પ્રવાસ પર રમાઇ રહેલી વન-ડે સીરિઝની પહેલી મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ન્યૂઝીલેન્ડના સિલેક્ટર્સ ગેવિન લાર્સને બેન લિસ્ટરના સિલેક્શનને લઇને કહ્યું કે, બેન (લિસ્ટર)એ લાલ અને સફેદ બૉલ ક્રિકેટમાં પોતાના કરિયરની શરૂઆતમાં ઑકલેન્ડ માટે એક રોમાંચક પ્રભાવ નાખ્યો છે. વર્ષ 2017ના અંતમાં પોતાના ડેબ્યૂ બાદ તે T20 અને લિસ્ટ A ક્રિકેટમાં એસેસનો સર્વશ્રેષ્ઠ વિકેટ લેનારા બોલર છે. ડાબા હાથના બોલરના રૂપમાં બૉલને ખૂબ સ્વિંગ કરવાની ક્ષમતા વિશેષ રૂપે રોમાંચક છે.

તેમણે આગળ કહ્યું કે, અમે બધાએ બેન માટે અનુભવ્યું, જ્યારે તેનો પ્રવાસ ગયા વર્ષની જેમ સમાપ્ત થયો હતો અને આ તેની કાર્યશૈલીનું પ્રમાણ છે કે તે આ સત્રમાં એટલી મજબૂતીથી ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવામાં સફળ છે. કાઇલ જેમિસન, બેન સિયર્સ, મેટ હેનરી અને એડમ મિલ્ને ઇજાના કારણે સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતા. તો વન-ડેની જેમ T20 સીરિઝમાં કોચિંગની જવાબદારી લ્યૂક રોન્ચી સંભાળશે.

ભારત વિરુદ્ધ T20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ:

મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકિ ફોર્ગ્યૂસન, બેન લિસ્ટર, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપલે, ઇશ સોઢી, બ્લેયર ટિકનર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp