મોઈન અલીનું સંન્યાસ બાદ ચોંકાવનારું નિવેદન, બોલ્યો- હવે જો બેન સ્ટૉક્સનો મેસેજ..

ઇંગ્લેન્ડના પ્રમુખ ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, આ નિર્ણય છેલ્લો છે અને હવે તે કોઈના પણ કહેવાથી ટેસ્ટ ક્રિકેટમાં કમબેક નહીં કરે. મોઈન અલીના જણાવ્યા મુજબ, કેપ્ટન બેન સ્ટોક્સે તેને મેસેજ કર્યો તો પણ તેના પર ધ્યાન નહીં આપે અને એ મેસેજને ડીલિટ કરી દેશે. મોઈન અલી ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂક્યો હતો, પરંતુ કેપ્ટન બેન સ્ટૉક્સના કહેવા પર તેણે એશેજ સીરિઝમાં કમબેક કર્યું હતું.

જો કે, એશેજ સીરિઝ સમાપ્ત થયા બાદ ફરી એક વખત સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે આ બાબતે પહેલાથી જણાવી રાખ્યું નહોતું અને મેચ સમાપ્ત થયા બાદ સત્તાવાર જાણકારી આપી હતી. મોઈન અલીના જણાવ્યા મુજબં હવે તે ફરી ટેસ્ટ ક્રિકેટ નહીં રમે. તેણે પાંચમી એશેજ ટેસ્ટ મેચ બાદ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં ફરી કમબેક કરવાનું શાનદાર રહ્યું. જ્યારે મને બેન સ્ટોકસે રમવા માટે મેસેજ કર્યો હતો તો હું અચંબિત રહી ગયો હતો કે જેક લીચ ઈજાનો શિકાર છે, પરંતુ કમબેક બાદ મેં આ સીઝનનો આખો લુપ્ત ઉઠાવ્યો.

તેણે કહ્યું કે, મને ખબર હતી કે માનસિક રૂપે આ મુશ્કેલ થવાનું છે, પરંતુ હું એ પણ જાણતો હતો કે શારીરિક રૂપે વધારે પરેશાની આવશે. આ ખૂબ જબરદસ્ત સીરિઝ હતી અને હું તેને નહીં ભૂલું. હવે હું ફરી ટેસ્ટ મેચોમાં કમબેક કરવાનો નથી. જો બેન સ્ટોક્સ ફરી મેસેજ કરે છે તો હું તેનો મેસેજ ડીલિટ કરી દઇશ. મોઈન અલીએ પોતાની અંતિમ ટેસ્ટની અંતિમ ઇનિંગમાં 23 ઓવર કરી અને 76 રન આપીને 3 વિકેટ હાંસલ કરી, જેના કારણે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 49 રનોથી હરાવીને સીરિઝ બરાબર કરી લીધી. મોઈન અલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 67 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 3031 રન બનાવ્યા અને 201 વિકેટ પણ લીધી છે.

એશેજ સીરિઝની અંતિમ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે હેરી બ્રુક (85 રન) અને બેન ડકેટ (41)ની મદદથી 283 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 295 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 71 રન સ્ટીવ સ્મિથે બનાવ્યા. તો બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 395 રન બનાવ્યા હતા. આ રીતે ઇંગેલેન્ડે ઓસ્ટ્રેલિયાને 383 રનનું લક્ષ્ય આપ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ 334 પર જ ઓલઆઉટ થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.