મોઈન અલીએ કેમ કહ્યું- ભારત આવવાનો કોઈ સવાલ જ ઊઠતો નથી

PC: espncricinfo.com

ઇંગ્લેન્ડે એશેજની પાંચમી ટેસ્ટ જીતીને સીરિઝ 2-2થી બરાબરી પર સમાપ્ત કરી. તે અગાઉ તેણે ત્રીજી ટેસ્ટ જીતી હતી, જ્યારે ચોથી ટેસ્ટ ડ્રો રહી હતી. પાંચમી ટેસ્ટમાં જીત બાદ ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલી ફરી એક વખત ટેસ્ટ સંન્યાસની જાહેરાત કરી દીધી. એ અગાઉ તેને વર્ષ 2021માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. સંન્યાસ બાદ તેણે ભારતના પ્રવાસના સવાલને લઈને મોટું નિવેદન આપ્યું છે.

મોઈન અલીએ ESPN ક્રિકઇન્ફો પર કહ્યું કે, તે પહેલાથી જાણે છે. ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝના વેન્યૂની જાહેરાત થઈ તો બૈજ (બ્રેન્ડન મેક્કુલમ)એ મને બીજા દિવસની રમતમાં તેની બાબતે પૂછ્યું. તેણે કહ્યું કે, મેં સ્પષ્ટ કહી દીધું. હું ભારત જઈ રહ્યો નથી. તેનો કોઈ સવાલ જ ઊઠતો નથી કે હું ભારત જાઉં. મારા માટે હવે બધુ સારું છે. મને આ પ્રકારે ફિનિશ કરીને ખૂબ સારું લાગ્યું. તે શાનદાર સફર હતી. ટેસ્ટ ક્રિકેટ બેસ્ટ ક્રિકેટ છે. કાશ હું સમયને થોડો પાછળ કરી શકતો.

જો હું પોતાના કરિયરને જોઉ તો તે ઉતાર-ચડાવવાળું રહ્યું છે. મેં પણ ક્યારેય તેમાં બદલાવ કર્યો નથી. મેં તેને બસ એન્જોય કર્યું. મારા માટે એ ખૂબ પડકારપૂર્ણ હતું. આ અગાઉ  ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસને લઈને કહ્યું હતું કે, આ નિર્ણય છેલ્લો છે અને હવે તે કોઈના પણ કહેવાથી ટેસ્ટ ક્રિકેટમાં કમબેક નહીં કરે. કેપ્ટન બેન સ્ટોક્સે તેને મેસેજ કર્યો તો પણ તેના પર ધ્યાન નહીં આપે અને એ મેસેજને ડીલિટ કરી દેશે.

મોઈન અલી ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂક્યો હતો, પરંતુ કેપ્ટન બેન સ્ટૉક્સના કહેવા પર તેણે એશેજ સીરિઝમાં વાપસી કરી હતી. જો કે, એશેજ સીરિઝ સમાપ્ત થયા બાદ ફરી એક વખત સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. તેણે આ બાબતે પહેલાથી જણાવી રાખ્યું નહોતું અને મેચ સમાપ્ત થયા બાદ સત્તાવાર જાણકારી આપી હતી. તેણે પાંચમી એશેજ ટેસ્ટ મેચ બાદ કહ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટમાં ફરી વાપસી કરવાનું શાનદાર રહ્યું.

જ્યારે મને બેન સ્ટોક્સે રમવા માટે મેસેજ કર્યો હતો તો હું અચંબિત રહી ગયો હતો કે જેક લીચ ઈજાનો શિકાર છે, પરંતુ વાપસી બાદ મેં આ સીઝનનો આખો લુપ્ત ઉઠાવ્યો. તેણે કહ્યું કે, મને ખબર હતી કે માનસિક રૂપે આ મુશ્કેલ થવાનું છે, પરંતુ હું એ પણ જાણતો હતો કે શારીરિક રૂપે વધારે પરેશાની આવશે. આ ખૂબ જબરદસ્ત સીરિઝ હતી અને હું તેને નહીં ભૂલું. હવે હું ફરી ટેસ્ટ મેચોમાં કમબેક કરવાનો નથી. જો બેન સ્ટોક્સ ફરી મેસેજ કરે છે તો હું તેનો મેસેજ ડીલિટ કરી દઇશ. મોઈન અલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 67 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 3031 રન બનાવ્યા અને 201 વિકેટ પણ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp