મોઈન અલીએ CSKની ઓલ ટાઈમ XI પસંદ કરી, આ 11 ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા

PC: livehindustan.com

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે, જે વિશ્વની સૌથી મુશ્કેલ લીગ છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભૂતકાળમાં આ અંગ્રેજ ખેલાડી પર ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોઇનને CSKમાં સુરેશ રૈનાને બદલે આવેલો માનવામાં આવે છે, તેથી ટીમમાં તેના મહત્વનો અંદાજ લગાવી શકાય છે. સુપર કિંગ્સે IPL 2023નો ખિતાબ જીત્યો હતો, જે દરમિયાન મોઈન અલીએ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ડાબા હાથે રમતા આ ખેલાડીએ CSKની ઓલ-ટાઇમ XI પસંદ કરી છે.

મોઈન અલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની ઓલ ટાઈમ ઈલેવન પસંદ કરતી વખતે ત્રણ ઓસ્ટ્રેલિયન અને એક કેરેબિયન ખેલાડીનું નામ આપ્યું હતું. મોઈને ટીમમાં શેન વોટસન, માઈકલ હસી, ડ્વેન બ્રાવો અને જોશ હેઝલવુડને પસંદ કર્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, તેણે પોતાને આ ટીમમાં સામેલ કર્યો નથી.

મોઇન અલીએ મહેન્દ્ર સિંહ ધોનીને આ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. શેન વોટસન ઉપરાંત 26 વર્ષીય ઋતુરાજ ગાયકવાડને સુપર કિંગ્સ માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, ગાયકવાડને CSKનો ભાવિ કેપ્ટન માનવામાં આવી રહ્યો છે. જમણા હાથના આ બેટ્સમેને અત્યાર સુધીમાં CSK માટે 52 IPL મેચોમાં 39.07ની એવરેજથી 1797 રન બનાવ્યા છે.

મોઈન અલીની CSK ઑલ ટાઈમ ઈલેવન: ઋતુરાજ ગાયકવાડ, શેન વોટસન, સુરેશ રૈના, અંબાતી રાયડુ, માઈકલ હસી, MS ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, દીપક ચહર, જોશ હેઝલવુડ.

આ અગાઉ, ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં, બેટથી ઘણા રન બનાવીને ચેન્નાઈ સુપર કિંગ્સને ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓપનર બેટ્સમેન ડેવોન કોનવેએ પણ CSKની ઓલ ટાઈમ ઈલેવનની પસંદગી કરી છે.

આશ્ચર્યજનક રીતે, ડેવોન કોનવેએ તેની ઓલ-ટાઇમ XIમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વર્ષોથી શાનદાર પ્રદર્શન કરનાર ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો નથી. આ સિવાય કોનવેએ અનુભવી ઓલરાઉન્ડર શેન વોટસનને પણ પસંદ કર્યો ન હતો. કોનવેએ ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, બેન સ્ટોક્સ અને એલ્બી મોર્કેલને તેની સર્વકાલીન ઈલેવનમાં પસંદ કર્યા છે. એલ્બી મોર્કેલ શરૂઆતના દિવસોમાં ટીમની મુખ્ય કડી હતો. તેણે બોલ અને બેટ બંને વડે ટીમને ઘણી વખત જીત અપાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે ટાઈટલ જીત્યું હતું. આ પાંચમી વખત હતું કે, જ્યારે ટીમે ટ્રોફી કબજે કરી હતી. આ સાથે ચેન્નાઈની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ વખત IPL ટાઈટલ જીતનારી ટીમ બની ગઈ છે. ચેન્નાઈએ ધોનીની કપ્તાનીમાં તેના તમામ પાંચ ખિતાબ જીત્યા છે. હવે જોવાનું એ રહેશે કે, ધોની IPL 2024માં ટીમની કમાન સંભાળતો જોવા મળશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp