26th January selfie contest

મો. હાફીઝે જણાવ્યું ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષથી ICC ઇવેન્ટમાં કેમ જીતી શકતી નથી

PC: BCCI

ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષથી ICC ઇવેન્ટ્સ જીતી ન શકવાને લઈને પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફીઝે મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે, શું કારણ છે કે ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં આવીને વિખેરાઈ જાય છે અને તે ટાઇટલ જીતી શકતી નથી. ભારતીય ટીમે વર્ષ 2013 બાદ જ ICCની કોઈ ટ્રોફી જીતી નથી. ભારતીય ટીમ ઘણી વખત સેમીફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચી છે, પરંતુ ટ્રોફી પોતાના નામે કરી શકી નથી.

ભારતીય ટીમ વર્ષ 2014ના વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ શ્રીલંકા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તો વર્ષ 2015ના વર્લ્ડ કપમાં ટીમ સેમીફાઇનલમાં હારી ગઈ હતી. વર્ષ 2016ના T20 વર્લ્ડ કપં પણ ભારતીય ટીમ સેમીફાઇનલમાં હારી ગઈ હતી. વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં તેને પાકિસ્તાની ટીમ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. એ સિવાય વર્ષ 2019ના વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પણ ટીમને હાર મળી હતી. વર્ષ 2021ના T20 વર્લ્ડ કપમાં ટીમ પહેલા જ બહાર થઈ ગઈ હતી. તો વર્ષ 2022ના T20 વર્લ્ડ કપમાં પણ ટીમને ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મોહમ્મદ હાફીઝે ભારતીય ટીમની આ નિષ્ફળતાનું મોટું કારણ જણાવ્યું છે. સ્પોર્ટ્સ તક પર વાતચીત કરવા દરમિયાન તેણે કહ્યું કે, ICC ઇવેન્ટ્સમાં રમવા અને તેના નોકઆઉટમાં આવીને પ્રદર્શન કરવાનું પ્રેશર દ્વિપક્ષીય સીરિઝથી ખૂબ અલગ હોય છે. જે પ્રકારે ડોમેસ્ટિક ક્રિકેટની તુલના તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સાથે નહીં કરી શકો, એ જ પ્રકારે ICC ઇવેન્ટ પણ દ્વિપક્ષીય સીરિઝથી ખૂબ અલગ હોય છે. ભારતીય ટીમ એ દબાવને ઝીલી શકતી નથી. વર્ષ 2017માં ટીમ ફાઇનલ માટે હોટ ફેવરિટ હતી, પરંતુ એ છતા હારી ગઈ હતી.

તેણે આગળ કહ્યું કે, હવે ભારત સામે પડકાર છે કે તે પોતાની જાતને સાબિત કરે. મોહમ્મદ હાફીઝે ભારતના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું ઉદાહરણ આપતા કહ્યું કે, ભારત હંમેશાંથી હોટ ફેવરિટ રહ્યું છે. તે ભારત માટે પ્લસ પોઈન્ટ છે અને તેનો પાયો ગાંગુલીના યુગમાં રાખવામાં આવ્યો હતો, જ્યારે ટીમમાં વિશ્વાસ રાખવામાં આવ્યો હતો કે તે એક વિશ્વ વિજેતા બની શકે છે. આ વિશ્વાસને મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ બનાવી રાખ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp