ભારતીય દિગ્ગજ બોલ્યા-વિરાટને ખબર હોવી જોઈએ કે ક્યાં ઊભા રહેવાનું છે, પૂજારાને..

ભારતીય ટીમને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ 2023માં નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાએ લંડનના ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમને 209 રને હરાવી દીધી. હાર બાદ ભારતીય ટીમની બેટિંગ અને ફિલ્ડિંગની નિંદા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જો ભારતીય ટીમના ખેલાડીઓએ કેટલાક કેચ ન છોડ્યા હોત તો મેચનું પરિણામ કંઈક અલગ આવી શકતું હતું. ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મોહમ્મદ કૈફે ફાઇનલ બાદ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની ફિલ્ડિંગ પર સવાલ ઉઠાવ્યા.
મોહમ્મદ કૈફનું માનવું છે કે, ભારતીય ટીમે સ્લીપ ફિલ્ડિંગમાં કામ કરવાની જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ કૈફ પોતાના જમાનાના શાનદાર ફિલ્ડર રહ્યા છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગ દરમિયાન એલેક્સ કેરી (66)નો સ્લીપમાં એક સરળ કેચ છોડી દીધો હતો. આ કેચ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા વચ્ચેથી નીકળી ગયો હતો. એલેક્સ કેરી જ્યારે 41 રનના અંગત સ્કોર પર હતો, ત્યારે તેના બેટનો કિનારો લાગ્યો, પરંતુ બંને ફિલ્ડર મળેલા અવસરનો ફાયદો ઉઠાવી ન શક્યા.
બૉલ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની પહોંચમાં હતો. મોહમ્મદ કૈફે એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા પોતાના વિચાર શેર કરતા કહ્યું કે, આ વસ્તુને મેદાન પર ઉતરવા અગાઉ ઉકેલી લેવી જોઈએ. તમે એવા અવસર નહીં છોડી શકો. આળસુ થઈને કામ નહીં ચાલે. એવી પળોમાં ફિલ્ડર કદાચ વિચારે છે કે સ્લીપમાં કેચ નહીં આવે, પરંતુ આ ગેમનું એક મહત્ત્વનું ચરણ હતું, જ્યાં ભારત ભૂલ સહન નહીં કરી શકે. મોહમ્મદ કૈફે ચેતેશ્વર પૂજાર દ્વારા ફિલ્ડિંગના સમય પર ટ્રાઉઝર નીચે શિન પેડ પહેરવાની નિંદા કરી.
તેણે કહ્યું કે, તેનાથી ફિલ્ડરને નુકસાન થાય છે. શિન પેડ તમારા મૂવમેન્ટને સ્લો કરી દે છે અને તમે સારી રીતે નમી શકતા નથી. મને નથી લાગતું કે, તેનાથી અસર નથી થતી. મોહમ્મદ કૈફે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જો ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાની કન્ડિશનમાં મેચ રમાઈ રહી છે તો તમે સપાટીથી ઉછાળ અને ગતિની આશા રાખો છો. એવામાં એક સ્લીપ ફિલ્ડર હંમેશાં રમતમાં રહે છે. હાફ ચાંસને પકડવાથી તમે મેચ જીતી શકો છો. સ્ટીવ સ્મિથે પહેલી ઇનિંગમાં સ્લિપમાં હાફ ચાંસ આપ્યો હતો, પરંતુ બૉલ કોહલીથી દૂર રહી ગયો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમ 190 રન પર હતી અને જો સ્મિથ આઉટ થઈ ગયો હોત, કોણ જાણે છે કે શું થઈ શકતું હતું. ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથે પહેલી ઇનિંગમાં 121 રન બનાવ્યા હતા. તેણે ટ્રેવિસ હેડ સાથે ચોથી વિકેટ માટે 285 રનની પાર્ટનરશિપ કરી, જેથી ભારતીય ટીમ બહાર આવી ન શકી. મોહમ્મદ કૈફે કહ્યું કે, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જ્યાં ઉછાળ છે ત્યાં સ્લીપ ફિલ્ડિંગ સ્ટમ્પ પાછળ લગભગ 25 ગજની દૂરી પર ઊભી થાય છે. એશિયા કપમાં તમે બેટ્સમેનની વધારે નજીક ઊભા થાવ છો. એવામાં કોહલી જેવા ખેલાડીને ખબર હોવી જોઈએ કે ક્યાં ઊભા રહેવાનું છે જેથી તે આ પ્રકારના અવસરનો સારી રીતે ફાયદો ઉઠાવી શકે. આ એવી રીતો છે જેનાથી તમે પોતાની ટીમ માટે મેચ જીતી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp