ગિલની તુલના કોહલી સાથે કરવી યોગ્ય નથી, તે સચિન જેવો છે: મોહમ્મદ કૈફ

PC: BCCI

ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલને લઈને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, શુભમન ગિલની તુલના કોહલી સાથે કરવી યોગ્ય નથી, તે સચિન જેવો છે. મોહમ્મદ કૈફના જણાવ્યા મુજબ, શુભમન ગિલનું આ ફોર્મ આ સમયે ખૂબ શાનદાર છે અને તેની ટેક્નિકમાં કોઈ ખામી નથી. જ્યારે વિરાટ કોહલીની ટેકનિક પર સવાલ ઉઠ્યા હતા. શુભમન ગિલનું વર્ષ 2023 એક સુંદર સપનાની જેમ પસાર થઈ રહ્યું છે. વર્ષની શરૂઆતથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જોરદાર બેટિંગનું પ્રદર્શન કર્યું છે.

ત્યારબાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ તેણે ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું, તેણે આ વર્ષે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ હાંસલ કરી. IPLમાં તેને પ્લેયર ઓફ થે ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. IPL 2023 દરમિયાન શુભમન ગિલની બેટ સારી રીતે ચાલી. શભમન ગિલે આ સીઝનની 17 મેચ રમી અને આ દરમિયાન 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા. શુભમન ગિલની બેટથી IPL 2023માં 3 સદી પણ નીકળી. આ જ કારણ છે કે તેની તુલના સચિન તેંદુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો સાથે કરવામાં આવી રહી છે.

જો કે, મોહમ્મદ કૈફનું માનવું છે કે, જે પ્રકારે શાનદાર ટેક્નિક સાથે શુભમન ગિલ આ સમયે રમી રહ્યો છે તેને જોતા તેની તુલના સચિન તેંદુલકર સાથે કરવી વધારે યોગ્ય રહેશે. તેણે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, સચિન તેંદુલકર ખૂબ ઓર્ગેનાઇઝ્ડ બેટ્સમેન હતા. પરંતુ હું સચિન તેંદુલકર અને વિરાટ કોહલીની તુલના કરું તો કોહલીની અંદર પણ કેટલીક નબળાઈઓ છે. જ્યારે તે ઇંગ્લેન્ડ ગયો હતો તો ફોર્મમાં નહોતો. ઓફ સ્ટમ્પ બહાર જેમ્સ એન્ડરસને તેને ખૂબ પરેશાન કર્યો હતો અને વિરાટ કોહલી પાસે તેનો કોઈ જવાબ નહોતો.

તેણે આગળ કહ્યું કે, આ સીરિઝમયા તે પૂરી રીતે ફ્લોપ રહ્યો હતો. મારા હિસાબે શુભમન ગિલની ટેક્નિક સચિન તેંદુલકર જેવી છે. આ સમયે તેને આઉટ કરવો ખૂબ મુશ્કેલ છે. વિરાટ કોહલી અને સચિન તેંદુલકર બંને જ મહાન ખેલાડી છે અને હું બંને જ ખેલાડી સાથે રમ્યો છું, પરંતુ વિરાટ કોહલીની અંદર ખામીઓ હતી. તો મેન્ટલ હેલ્થ અને ટેક્નિક બાબતે શુભમન ગિલ, સચિન તેંદુલકરની જેમ જ મહાન બનવાના માર્ગ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp