મોહમ્મદ રિઝવાન મેચના કલાક પહેલા હેલિકોપ્ટરથી સ્ટેડિયમ પહોંચ્યો, છતા હાર મળી

PC: crictracker.com

પાકિસ્તાનની ટીમને 3 મેચની વનડે શ્રેણીમાં મહેમાન ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ODI શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં કિવી ટીમે પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવીને 2-1થી શ્રેણી પર કબજો કર્યો હતો. આ હારના 24 કલાક પણ નહોતા થયા કે પાકિસ્તાનનો વિકેટકીપર મોહમ્મદ રિઝવાન 14 જાન્યુઆરીએ બાંગ્લાદેશ પહોંચી ગયો. રિઝવાનના બાંગ્લાદેશ પહોંચવા પાછળનું કારણ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ હતું, જેમાં તે કોમિલા વિક્ટોરિયન્સ ટીમનો ભાગ છે.

રસપ્રદ વાત એ છે કે, મોહમ્મદ રિઝવાન ચટ્ટોગ્રામમાં કોમિલા વિક્ટોરિયન્સ મેચ શરૂ થવાના એક કલાક પહેલા મેદાન પર પહોંચ્યો હતો. તેમને હેલિકોપ્ટર દ્વારા ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા.

હેલિકોપ્ટર દ્વારા સ્ટેડિયમ પહોંચતા મોહમ્મદ રિઝવાનની તસવીરો એક પાકિસ્તાની પત્રકારે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. પત્રકારે લખ્યું, 'મોહમ્મદ રિઝવાન આજે તેની બાંગ્લાદેશ પ્રીમિયર લીગની મેચ પહેલા હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા.' આ તસવીરોમાં રિઝવાનને હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતો જોઈ શકાય છે.

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ફ્રેન્ચાઇઝી કોમિલા વિક્ટોરિયન્સે તેને પાકિસ્તાનથી લાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મોહમ્મદ રિઝવાને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 74 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, મોહમ્મદ રિઝવાને BPLમાં ફોર્ચ્યુન બારીશાલ સામે 11 બોલમાં 18 રન બનાવ્યા, પરંતુ બે આકાશી છગ્ગા ફટકાર્યા હતાં.

જો કે રિઝવાન આટલા સંઘર્ષ બાદ સ્ટેડિયમમાં પહોંચ્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો અને તે પોતાની ટીમ માટે માત્ર 18 રનનું યોગદાન આપી શક્યો. આટલું જ નહીં તેની ટીમ કોમિલા વિક્ટોરિયન્સ પણ ફોર્ચ્યુન બરિસલ સામે 12 રને હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા શાકિબ અલ હસનના સુકાની ફોર્ચ્યુન બરીસાલે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. બરીસાલ તરફથી કેપ્ટન શાકિબે સૌથી વધુ 81 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં કોમિલા વિક્ટોરિયન્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 165 રન જ બનાવી શકી હતી.

મોહમ્મદ રિઝવાને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 મેચમાં 91ની એવરેજથી 182 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 77 રન હતો જે પ્રથમ વનડેમાં આવ્યો હતો. તેણે સમગ્ર શ્રેણીમાં 2 અર્ધસદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે કરાચી નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં પાકિસ્તાનને હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp