મેં કોચ અને કેપ્ટનને પોતે જઇને કહ્યું કે મને ટીમમાંથી ડ્રોપ કરી દો: રિઝવાન

PC: primesworld.com

પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ દરમિયાન તેણે કોચ અને કેપ્ટનને પોતે કહ્યું હતું કે મને ડ્રોપ કરી દેવામાં આવે. તેના જણાવ્યા મુજબ જ રિપ્લેસમેન્ટ તરીકે સરફરાઝ અહમદના નામનું સૂચન કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં મોહમ્મદ રિઝવાન પૂરી રીતે ફ્લોપ રહ્યો હતો અને આ જ કારણે તેને ડ્રોપ કરીને સરફરાઝ અહમદને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ચાંસ આપવામાં આવ્યો હતો અને તેણે ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને સાચો સાબિત કર્યો.

સરફરાઝ અહમદે પોતાના કમબેક બાદ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે મોહમ્મદ રિઝવાને કહ્યું કે, તેણે પોતે જ કહ્યું હતું કે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રોપ કરીને સરફરઝને ચાંસ આપવો જોઇએ. ક્રિકેટ પાકિસ્તાન સાથે વાત કરતા તેણે કહ્યું કે, તમે હેડ કોચ સકલૈન મુશ્તાકને પૂછી શકો છો કે મેં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ બાદ શું કહ્યું હતું. હું ખૂબ ખુશ હતો કે સરફરાઝ અહમદે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું અને આ જ વસ્તુ હું ઇચ્છતો હતો.

તેણે કહ્યું કે, મને વ્યક્તિગત રૂપે લાગે છે કે હું પરફોર્મ કરી શકતો નહોતો અને આગામી સીરિઝમાં મારી જગ્યા બનતી નથી. કેટલાક ખેલાડીઓનું કહેવું છે કે દરેક ખેલાડીને આ ફેઝમાંથી પસાર થવું પડે છે અને તમે કેટલીક મેચોમાં નિષ્ફળ થયા બાદ બેન્ચ પર નહીં બેસી શકો. તેણે આગળ કહ્યું કે, મેં કોચ અને કેપ્ટનને પોતે કહ્યું કે, તમે મને ડ્રોપ કરી શકો છો કેમ કે મેં પ્રદર્શન કર્યું નથી. બે ખેલાડી છે જે આ વાતના સાક્ષી છે. સરફરાઝ ડોમેસ્ટિકમાં પ્રદર્શન કરી રહ્યો છે અને આ જ કારણે તેને ચાંસ મળી શકતો હતો. આ કારણે સરફરાઝ અહમદને સારું કરતો જોઇને હું ખૂબ ખુશ હતો.

અડધા ડઝન ટેસ્ટમાં મોહમ્મદ રિઝવાન બેટથી ફ્લોપ રહ્યો છે. તેણે 12 ઇનિંગમાં અડધી સદી વિના 21.83ની એવરેજથી માત્ર 262 રન બનાવ્યા હતા. આ તેના કરિયરની બેટિંગ એવરેજ (38.13)થી ખૂબ ઓછી હતી. મોહમ્મદ રિઝવાનના ખરાબ ફોર્મ છતા ખૂબ લાંબા સમય સુધી ટીમમાં સામેલ કરવામાં આવ્યો. સરફરાઝની જગ્યાએ મોહમ્મદ રિઝવાનને લેવામાં આવ્યો. આ પહેલી વખત નથી જ્યારે રિઝવાનની બેન્ચિંગે બાયો ચડાવી. તે પ્રસિદ્ધ રૂપે કરાચી કિંગ્સમાં પોતાનો મોટા ભાગનો સમય બેન્ચ પર છોડી દેવામાં આવ્યો હતો. પોતાના છેલ્લા 2 વર્ષોમાં ફ્રેન્ચાઇઝી સાથે માત્ર 7 વખત રમ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp