100 ટકા દરેકને ભરોસો છે કે રવિવારે અમે આ મેચ જીતીશું: મોહમ્મદ શમી

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં છે અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ મેચ રમી રહી છે. અત્યારે તો ભારતીય ટીમની સ્થિતિ સારી દેખાઈ રહી નથી, પરંતુ ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પૂરી રીતે ભરોસો છે કે ભારતીય ટીમ ઓવલ ટેસ્ટ મેચમાં 444 રન ચેઝ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયયનશીપની ફાઇનલ મેચ જીતી શકે છે. મોહમ્મદ શમીએ ચોથા દિવસની રમત બાદ કહ્યું કે, તેને પૂરો ભરોસો છે કે ભારતીય બેટ્સમેન રમતના અંતિમ દિવસે આ ટારગેટને હાંસલ કરી લેશે અને મેચ જીત હાંસલ કરશે.
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રોમાંચક વળાંક પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ 270 રનો પર ડિક્લેર કરી દીધી અને ભારત સામે જીત માટે 444 રનોનું વિશાળ લક્ષ્ય રાખ્યું. લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે દિવસની રમત સમાપ્ત થવા સુધીમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા છે. અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી વચ્ચે 71 રનોની નોટઆઉટ ભાગીદારી થઈ ચૂકી છે. વિરાટ કોહલી (44 રન) અને અજિંક્ય રહાણે (20 રન) પીચ પર ટકેલા છે.
ભારતીય ટીમને આ મેચ જીતવા માટે અત્યારે પણ 280 રનોની જરૂરિયાત છે, તો ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 7 વિકેટની જરૂરિયાત છે. જો મેચની સ્થિતિને જોઈએ તો ઑસ્ટ્રેલિયાનું પલડું ભારે લાગી રહ્યું છે, પરંતુ મોહમ્મદ શમીએ ભારતીય ટીમની જીતની વાત કહી છે. ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ તેણે કહ્યું કે, 100 ટકા દરેકને ભરોસો છે કે રવિવારે અમે આ મેચ જીતીશું. અમે હંમેશાં લડાઈ કરી છે અને આખી દુનિયામાં શાનદાર રમત દેખાડી છે. એટલે અમને પૂરો ભરોસો છે અને આ મેચને જીતવા માટે અમે બધા મળીને પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. જો ભારતીય ટીમે જીત હાંસલ કરવી હોય તો પછી અજિંક્ય રહાણે અને વિરાટ કોહલીએ મોટી ભાગીદારી કરવી પડશે અને મોટી ઇનિંગ રમવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp