ભારતીય ટીમને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી નહીં રમે વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે સીરિઝ

ભારતીય ક્રિકેટ ટીમે આજે (27 જુલાઇ)થી વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝની શરૂઆત કરવાની છે, પરંતુ તેના બરાબર પહેલા જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સીરિઝથી બહાર થઈ ગયો છે અને તે હવે ઘરે આવતો રહ્યો છે. ભારતીય ટીમ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝની પહેલી મેચ આજે બ્રિજટાઉનમાં રમાશે. આ પહેલી મેચ ભારતીય સમય મુજબ સાંજે 07:00 વાગ્યે થશે.

ભારતીય ટીમ આ વન-ડે સીરિઝ સાથે જ વર્લ્ડ કપનું બ્યૂગલ પણ ફૂંકશે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં પોતાના જ ઘરમાં વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે. એ અગાઉ સપ્ટેમ્બરમાં એશિયા કપ પણ થશે. તેને જોતા ટીમ મેનેજમેન્ટે મોહમ્મદ સિરાજને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝ 1-0થી પોતાના નામ કરી લીધી છે. એવામાં ટેસ્ટ સીરિઝ બાદ રવિચંદ્રન અશ્વિન, અજિંક્ય રહાણે, કે.એસ. ભરત અને નવદીપ સૈની ઘરે આવતા રહ્યા છે.

મોહમ્મદ સિરાજ પણ તેમની સાથે ભારત આવતો રહ્યો છે. હવે મોહમ્મદ સિરાજની ગેરહાજરીમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની વન-ડે સીરિઝમાં ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ શાર્દૂલ ઠાકુર જ કરતો નજરે પડશે. શાર્દૂલ ઠાકુરે અત્યાર સુધી 35 મેચોમાં 50 વિકેટ લીધી છે. એ સિવાય ટીમ તરીકે ફાસ્ટ બોલર ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ અને મુકેશ કુમાર સામેલ રહેશે. મુકેશ કુમાર હવે વન-ડેમાં ડેબ્યૂ કરવાની રાહ જોઈ રહ્યો છે. મોહમ્મદ સિરાજ હટ્યા બાદ તેનો ચાંસ વધી ગયો છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ મોહમ્મદ સિરાજનું રિપ્લેસમેન્ટ પણ લગાવવા માગશે કેમ કે તેની પાસે ફાસ્ટ બોલર તરીકે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ સામેલ છે. ભારતીય ટીમે વન-ડે સીરિઝ બાદ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જ 5 T20 મેચોની સીરિઝ પણ રમવાની છે. મોહમ્મદ સિરાજ આ સીરિઝનો હિસ્સો નથી. આ જ કારણ છે કે હવે તે પોતાના ઘરે આવતો રહ્યો છે.

વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજૂ સમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

વન-ડે સીરિઝ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ:

શાઈ હોપ (કેપ્ટન), રોવમન પોવેલ (ઉપકેપ્ટન), એલિક અથાનાજે, યાનિક કરિહા, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્જારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઈલ મેયર્સ, ગુડાકેશ મોટી, જેડેન સીલ્સ, રોમારિયો શેફર્ડ, કેવિન સિંક્લેર, ઓશને થૉમસ.

About The Author

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.