પૈસા અને ઘમંડ ભારતીય ખેલાડીઓ પર પ્રભુત્વ ધરાવે છે! કપિલ દેવે ગુસ્સામાં સંભળાવ્યુ

PC: insidesport.in

1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે ભારતીય ક્રિકેટ ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે ભારતીય ખેલાડીઓને નિખાલસતાથી સાચે સાચું સંભળાવી દીધું છે. કપિલ દેવે પહેલા તો ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસના વખાણ કર્યા હતા. પરંતુ આ કહ્યા પછી એવું પણ જણાવ્યું હતું કે, ખેલાડીઓ પોતાને સર્વજ્ઞ માને છે. તેઓને કોઈની સલાહ લેવાની જરૂરત જ જણાતી નથી.

કપિલ દેવે મીડિયા સૂત્રોને કહ્યું કે, 'દરેક વ્યક્તિમાં મતભેદ હોય છે, પરંતુ આ ભારતીય ખેલાડીઓની એક સારી વાત એ છે કે, તેઓ ઘણો વધારે આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ નકારાત્મક મુદ્દો એ પણ છે કે, તેઓ પોતાને સર્વજ્ઞાતા માનતા હોય છે.'

તેણે કહ્યું, 'મને ખબર નથી કે, તેને કેમ કરીને આનાથી વધારે સારી રીતે કહી શકાય. પરંતુ તે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ તેને એવું લાગે છે કે, તમારે કોઈની પાસેથી કંઈપણ પૂછવાની જરૂરત જ નથી. જ્યારે હું માનું છું કે, અનુભવી વ્યક્તિ હંમેશા તમને મદદ કરી શકે છે.'

પૂર્વ કેપ્ટને એમ પણ કહ્યું કે, પૈસા સાથે ઘમંડ આવે છે. તેણે એ પણ કબૂલ્યું છે કે, કેટલાક એવા ખેલાડીઓ છે, જેમનો ઘમંડ તેમને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોની સલાહ લેવાથી પણ રોકે છે. કપિલ દેવે કહ્યું, 'ઘણી વખત એવું બને છે કે, જ્યારે વધુ પૈસા આવે છે ત્યારે તેની સાથે સાથે અહંકાર પણ આવે છે. આ ક્રિકેટરોને એમ લાગે છે કે, તેઓને બધું જ આવડે છે. આ જ મોટો તફાવત પણ છે.'

તેણે કહ્યું, 'હું કહેવા માંગુ છું કે, અહીં ઘણા ક્રિકેટરો એવા છે જેમને મદદની જરૂર છે. જ્યારે સુનીલ ગાવસ્કર ત્યાં છે, તો તમે તેમની સાથે વાત કેમ નથી કરી શકતા? અહંકાર ક્યાં છે? એવો કોઈ અહંકાર નથી. તેઓ વિચારે છે કે, અમે જ એકદમ સારા છીએ. હોય શકે કે તે સારો હોય, પરંતુ 50 સિઝનથી ક્રિકેટ જોનાર વ્યક્તિ પાસેથી પણ મદદ લેવી જોઈએ. તે દરેક વસ્તુઓ જાણે છે. ક્યારેક કોઈની વાત સાંભળવાથી પણ તમારા વિચારો બદલાઈ જાય છે.'

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં તેને યજમાન વિન્ડીઝ સામે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિન્ડીઝે 80 બોલ બાકી રાખીને જીત હાંસલ કરી સિરીઝ 1-1થી બરાબર કરી લીધી.

હવે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ 1 ઓગસ્ટે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. અહીં તમને જણાવી દઈએ કે, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બીજી વનડેમાં રમ્યા ન હતા. હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. રોહિત અને કોહલીએ સતત ક્રિકેટ રમવું અને એક નવી વ્યૂહરચના હેઠળ આરામ લીધો હતો. તેઓ ત્રીજી મેચમાં રમતા જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp