65 કરોડના 4 ખેલાડીઓએ અત્યાર સુધી મળીને બનાવ્યા કુલ 60 રન,આંકડા જોઈને લાગશે આઘાત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં સૌથી મોંઘા વેચાનારા ખેલાડીઓએ પોતાની પહેલી મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. બેન સ્ટોક્સ, સેમ કરન, હેરી બ્રુક અને કેમરૂન ગ્રીન પર ફ્રેન્ચાઇઝીઓએ 65 કરોડ લૂંટાવી દીધા, જ્યારે આ ચારેય ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી પ્રભાવી નહીં કહી શકાય. જો કે અત્યારે સીઝન લાંબી ચાલવાની છે અને બની શકે કે આગામી મેચોમાં આ ખેલાડીઓનું પ્રદર્શનથી ટીમોને મોટી જીત મળવા સાથે ફાયદો થાય.
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2023ના મિની ઓક્શનમાં 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પહેલી મેચમાં તે માત્ર 7 રન બનાવી શક્યો, જ્યારે બીજી મેચમાં તે માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો. આ સીઝનમાં તે ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. એવામાં આખી સીઝનમાં બોલિંગ પણ ઓછી કરી શકશે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધની મેચમાં એક ઓવર કરી હતી, જેમાં તેણે 18 રન લૂંટાવ્યા હતા. એટલે ચેન્નાઈ સુપર કિંગ્સે જે આશાઓથી તેના પર પૈસા લગાવ્યા તે કામ આવવાનું નથી.
ઓસ્ટ્રેલિયન ટીમનો યુવા ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને મુંબઈ ઇન્ડિયન્સે ઓક્શનમાં 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ફ્રેન્ચાઇઝીને તેનાથી હાર્દિક પંડ્યાની જગ્યા ભરવાની આશા છે, પરંતુ પહેલી મેચમાં તે તેને ધરાશાયી કરતો દેખાયો છે. ડેબ્યૂ મેચમાં તે 5 રન બનાવીને આઉટ થઈ ગયો અને બોલિંગ કરતા 2 ઓવરમાં 30 રન આપી દીધા. સેમ કરન આ IPLમાં વેચનારો સૌથી મોંઘો ખેલાડી છે. પંજાબ કિંગ્સ (PBKS)એ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પરંતુ પહેલી મેચમાં તે બોલિંગમાં 3 ઓવરમાં માત્ર 1 જ વિકેટ લઈ શક્યો અને 38 રન પણ ખર્ચ કર્યા.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વિરુદ્ધ પહેલા બેટિંગ કરતા 17 બૉલમાં માત્ર 26 રન બનાવ્યા, જે તેની નેચરલ ગેમને અનુકૂળ નથી. હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે ઓરેન્જ આર્મીમાં સામેલ કરવા માટે 13.25 કરોડ રૂપિયા આપ્યા છે. પોતાની પહેલી IPL મેચમાં 21 બૉલમાં 13 રન બનાવી શક્યો, જ્યારે તેની ઓળખ ટેસ્ટ ક્રિકેટમાં પણ 100 કરતા ઉપરની સ્ટ્રાઈક રેટથી બોલિંગ કરવાની ક્ષમતા છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp