ધોની રાંચીનો રસ્તો ભૂલી ગયો, જેને રસ્તો પૂછ્યો એ ફેન નિકળ્યા, જુઓ ક્યૂટ વીડિયો

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિક્રેટર એમ એસ ધોનીને લગતી કોઇ પણ વાત હોય તો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ જાય છે. તાજેતરમાં એક એર હોસ્ટેસે ધોનીની તસ્વીર પાડી હતી જે પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ હતી. હવે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કારમાં કોઇકની સાથે જઇ રહેલો ધોની લોકોને રાંચીનો રસ્તો પુછી રહ્યો છે. આ વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે અને લોકો મજા લઇ રહ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોની એક નામ નહીં, પણ ભારતની ઓળખ બની ચુક્યું છે.ક્રિક્રેટના મેદાના પર પોતાની કેપ્ટનશીપ, વિકેટ કીપીંગ અને બેટીંગથી કરોડો લોકોને પોતાના દિવાના બનાવી દેનાર માહી મેદાન બહાર પણ લોકોના દિલ જીતવામાં માહીર છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એમ એસ ધોની રસ્તે જતા લોકોને રાંચી તરફ જવાનો રસ્તો પુછી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે કારમાં ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલો ધોની નજીકમાં ઉભેલા લોકોને બોલાવીને પુછી રહ્યો છે. એક વ્યકિત મિસ્ટર કુલ ધોનીને કહી રહ્યો છે કે ગોળ ચકકર પકડીને રાંચી તરફના રસ્તા પર ચાલ્યા જાઓ. એ પછી ધોનીએ બિહારી સ્ટાઇલમાં પુછ્યું કે’ સેકન્ડ વાલા ગોલ ચક્કર’? લોકોને રાંચીનો રસ્તો પુછીને ધોનીની કાર પછી આગળ નિકળી જાય છે. એ પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન ધોની એક વ્યક્તિ સાથે હાથ મેળવતો નજરે પડે છે.
આ વીડિયોને જોઇને ધોનીના ચાહકોમાં ભારે ખુશી જોવા મળી છે. ક્રિક્ટેના ચાહકો ધોનીના અંદાજની સોશિયલ મીડિયા પર પ્રસંશા કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે માહી જે અંદાજમાં કહ્યું કે સેકન્ડ વાલા ગોલ ચક્કર એ કમાલ છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને મેદાન પર પોતાની બુદ્ધિમત્તા માટે જાણીતા ધોનીની આખી દુનિયા દિવાની છે. આટલી મોટી સફળતા પર પહોંચવા છતા ધોની હમેંશા ડાઉન ટુ અર્થ જોવા મળે છે અને એ જ તેની વિશેષતા છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયો ધોની કેટલો જમીની સ્તર સાથે જોડાયેલો છે તેનું એક ઉદાહરણ છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડકપ 2019 પછી 15 ઓગસ્ટ 2020ના દિવસે ઇન્ટરનેશનલ ક્રિક્રેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને કરોડો ક્રિક્રેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. ધોની એક માત્ર એવો કેપ્ટન છે જેણે ભારત માટે 3 વખત ICCની ટ્રોફી જીતી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ વર્ષ 2007, વર્ષ 2011 અને વર્ષ 2013માં ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp