અમેરિકામાં દેખાયો ધોનીનો જોરદાર ક્રેઝ, તસવીરો થઈ રહી છે વાયરલ

PC: BCCI

મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધાનો ધણો સમય થઇ ગયો હોય, એ છતા ફેન્સ વચ્ચે આજે પણ તેનો ક્રેઝ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. તેના પુરાવા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન જોવા મળ્યો. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ જે પણ વિરોધી ટીમના ઘર પર રમવા માટે ગઈ, ત્યાં ઘરેલુ ટીમથી વધારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમને સપોર્ટ કરનારા લોકોની સંખ્યા નજરે પડી હતી અને તેની પાછળનું સૌથી મોટું કારણ મહેન્દ્ર સિંહ ધોની પોતે હતો.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં ગાડીઓની નંબર પ્લેટ પાછળ ધીની અને ચેન્નાઈ સુપર કિંગ્સ લખેલું નજરે પડી રહ્યું છે. આ તસવીર અમેરિકાના ટેક્સાસ શહેરની છે, 2 કારોમાં એકની નંબર પ્લેટ પર CSK MSD લખેલું છે, જ્યારે બીજી કાર પાછળ Dhoni MS લખેલું નજરે પડી રહ્યું છે. આ તસવીરોને ચેન્નાઈ સુપર કિંગ્સના એક ફેન પેજે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ આ પોસ્ટ પર પોતાનો જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ દ્વારા પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ફેને લખ્યું કે, ક્રિકેટના ભગવાન નહીં, પરંતુ તેઓ અમારા માટે ભગવાન છે. અમેરિકામાં 13 જુલાઈથી મેજર લીગ ક્રિકેટ (MLC)નું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં કુલ 6 ટીમો હિસ્સો લેશે. તેમાંથી 4 ટીમો IPLની અલગ-અલગ સ્વામિત્વવળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય આ લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના સ્વામિત્વવાળી ટીમો પણ હિસ્સો લઈ રહી છે.

આ લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીની ટીમ ટેક્સાસ સુપર કિંગ્સના નામથી ઓળખાશે અને સ્ટીફન ફ્લેમિંગ હેડ કોચની ભૂમિકામાં નજરે પડશે. સ્ટીફન ફ્લેમિંગ વર્ષ 2009થી ચેન્નાઈ સુપર કિંગ્સમાં હેડ કોચના પદ પર કામ કરી રહ્યા છે અને આ વર્ષની શરૂઆતમાં થયેલી સાઉથ આફ્રિકા (SA20) લીગની અંદર પણ સુપર કિંગ્સની સ્વામિત્વવાળી ટીમ જોહાન્સબર્ગ સુપર કિંગ્સના હેડ કોચની ભૂમિકામાં નજરે પડ્યા હતા. ખેર અમેરિકાથી આવેલી મહેન્દ્ર સિંહ ધોનીના ક્રેઝની આ તસવીર પર તમારે શું કહેવું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp