તે રાત્રે મેં ધોનીને પહેલીવાર રડતા જોયો હતો, હરભજને સંભળાવ્યો કિસ્સો

ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો રહી ચુકેલા પૂર્વ ભારતીય ઓપનર હરભજન સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સિંહે 2018ની એક એવી સ્ટોરી યાદ કરી જ્યારે તેણે મહેન્દ્ર સિંહ ધોનીને પહેલીવાર રડતા જોયો. ત્રણ વર્ષ માટે ચેન્નઈ સુપર કિંગ્સમાં ધોનીની સાથે રમનારા હરભજન સિંહે કહ્યું કે, CSKના બે વર્ષના પ્રતિબંધ બાદ જ્યારે ફરી ટીમની IPLમાં વાપસી થઈ તો તેણે એમએસ ધોનીને રાત્રે ડિનરમાં રડતા જોયો. વિકેટકીપર-બેટ્સમેન ધોનીએ પોતાના IPL કરિયરની શરૂઆત CSK સાથે કરી હતી. પરંતુ, વર્ષ 2015માં થયેલા સ્પોટ ફિક્સિંગને પગલે 2016 અને 2017ની સિઝન માટે CSK પર પ્રતિબંધ લગાવ્યા બાદ તે થોડી સિઝન માટે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સમાં સામેલ થઈ ગયો.

અનુભવી સ્પિનરે 2018નો કિસ્સો શેર કરતા કહ્યું કે, ધોની ટીમ ડિનર દરમિયાન ખૂબ જ ભાવુક થઈ ગયો કારણ કે, તેને CSK સાથે ખૂબ જ પ્રેમ છે. ભજ્જીએ કહ્યું કે, ધોની ટીમના ઘણા અન્ય ખેલાડીઓની સામે પોતાના ઇમોશન્સ પર કાબૂ ના કરી શક્યો. તે સમયે ધોની ટીમના ઘણા ખેલાડીઓથી ઘેરાયેલો હતો, પરંતુ પોતાના આંસુ ના રોકી શક્યો અને રડવા માંડ્યો.

સ્ટાર સ્પોર્ટ્સ પર કમેન્ટ્રી કરી રહેલા હરભજને કહ્યું, એક કહાની છે જેને હું શેર કરવા માંગુ છું. 2018માં જ્યારે CSKએ બે વર્ષ માટે બેન બાદ IPL લીગમાં કમબેક કર્યું હતું, ત્યારે ટીમ ડિનર થયુ હતું. મેં એવી કહેવત સાંભળી છે કે પુરુષો ક્યારેય રડતા નથી. પરંતુ, એમએસ ધોની તે રાત્રે રડ્યો હતો. તે ભાવુક થઈ ગયો હતો. મને લાગે છે કે, આ અંગે ઇમરાન તાહિર ઉપરાંત કોઈ નથી જાણતું. એ જ પેનલ ચર્ચા દરમિયાન CSKના એક અન્ય પૂર્વ સ્ટાર ઇમરાન તાહિરે કહ્યું કે, ધોની ટીમને એક પરિવારના રૂપમાં માને છે અને તે તમામ ખેલાડીઓ માટે ખૂબ જ ભાવુક ક્ષણ હતી.

વીડિયોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી ઇમરાન તાહિરે કહ્યું કે, IPL 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સનું કમબેક થયુ. જણાવી દઈએ કે, CSK IPL 2016 અને 2018નો હિસ્સો નહોતી. તે સમયે ચેન્નાઈ પર બેન લાગ્યો હતો. IPL 2018માં ટીમ ડિનરના સમયે મેં જે જોયુ, તેના પર મને વિશ્વાસ ના થયો. તે દિવસે મેં મહેન્દ્ર સિંહ ધોનીને રડતા જોયો. તે ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Star Sports India (@starsportsindia)

સોશિયલ મીડિયા પર હરભજન સિંહ અને ઇમરાન તાહિરનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ધોની ભલે રાંચીનો રહેવાસી છે પરંતુ, ચેન્નઈના ફેન્સ તેને પોતાનો બધુ જ માને છે. તેની એક ઝલક મેળવવા માટે CSK ફેન્સ કલાકો સુધી રાહ જોતા રહે છે. ધોની 2008થી જ CSKની કમાન સંભાળી રહ્યો છે. તેણે 4 વાર ટીમને IPL ટ્રોફી જીતાડી છે. આ સિઝનમાં પણ CSK પ્લેઓફમાં એન્ટ્રી કરી ચુકી છે અને IPL 2023ની ટ્રોફીની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.