આ ધોનીની છેલ્લી IPL જ લાગે છે, જુઓ SRH સામે જીત બાદ શું કહ્યું તેણે

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેચ સમાપ્ત થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં પોતાના નિવેદનથી હાહાકાર મચાવી દે છે. બોલરોના નો બૉલ અને વાઇડ વધારે કરવાથી પરેશાન મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન્સી છોડવાની ધમકી આપી નાખી હતી. હવે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ જીત બાદ એવું નિવેદન આપ્યું, જેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 બાદ તેના સંન્યાસ લેવાના સંકેત માનવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેણે કેચ એવોર્ડ ન આપવાની પણ ફરિયાદ કરી.

સાથે જ જુનિયર મલિંગા એટલે કે મથીસા પથિરાનાના પણ વખાણ કર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 7 વિકેટથી જીત બાદ ચેન્નાઈમાં ફેન્સ તરફથી મળતા પ્રેમથી અભિભૂત ધોનીએ કહ્યું કે, બીજું શું કહું. બધુ જ કહી ચૂક્યો છું. આ મારા કરિયરનો અંતિમ દૌર છે. અહીં રમવાનું સારું લાગે છે. દર્શકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના આ નિવેદનને તેના રિટયરમેન્ટના સંકેત માનવામાં આવી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ બોલરોના વખાણ કરતા કહ્યું કે, બેટિંગનો વધારે ચાંસ મળી રહ્યો નથી, પરંતુ કોઈ ફરિયાદ નથી.

તેણે આગળ કહ્યું કે, અહી હું ફિલ્ડિંગને લઈને ખચકાઈ રહ્યો હતો કેમ કે મને લાગ્યું કે વધારે ઝાકળ નહીં હોય. અમારા સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી અને ફાસ્ટ બોલરો ખાસ કરીને પથિરાનાએ પણ. તેની પાસે વેરિએશન છે અને ગતિ પણ સારી છે. આપણે મલિંગા સાથે એવું જોયું છે. અજીબ એક્શન અને શાનદાર લાઇન અને લેન્થના કારણ તેની વિરુદ્ધ રન બનાવવા મુશ્કેલ છે. નિશ્ચિત રૂપે તે એક નવી શોધ રહ્યો છે. ધોનીએ કેચને લઈને કહ્યું કે, હું હંમેશાં કહું છું કે ફિલ્ડ સેટિંગની પહેલી પ્રાથમિકતા તમારાથી શરૂ થાય છે.

છતા તેમણે મને બેસ્ટ કેચનો એવોર્ડ ન આપ્યો. હું ખૂબ ખરાબ પોઝિશનમાં હતો. અમે ગ્લવ્સ પહેરીએ છીએ તો લોકોને લાગે છે કે એ સરળ છે. મને લાગ્યું કે તે શાનદાર કેચ છે. મને અત્યારે પણ યાદ છે, ઘણા સમય પહેલા રાહુલ દ્રવિડ કીપિંગ કરી રહ્યા હતા અને તેમણે એવો જ એક કેચ પકડ્યો હતો. જો તમે સચિન પાજી છો અને 16-17ની ઉંમરમાં રમવાનું શરૂ ન કરતા તો વૃદ્ધ થવા પર જ તમને અનુભવ મળે છે. નિશ્ચિત રૂપે વૃદ્ધ થઈ ગયો છું, તેનાથી ભાગી નહીં શકું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp