મુંબઈની આ હૉસ્પિટલમાં થઈ મહેન્દ્ર સિંહ ધોનીના ઘૂંટણ થઈ સફળ સર્જરી

PC: circleofcricket.com

1 જૂન 2023 એટલે કે ગુરુવારે સવારે મહેન્દ્ર સિંહ ધોનીની મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ અને ચિકિત્સા અનુસંધાન સંસ્થામાં ઘૂંટણની સફળ સર્જરી થઈ છે. મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન ઘૂંટણ પર પાટો બાંધી રમ્યો હતો. તે એ જ હૉસ્પિટલમાં છે જ્યાં આ વર્ષે જાન્યુઆરીમાં રિષભ પંતના ઘૂંટણની સર્જરી થઈ હતી. એક અખબારના રિપોર્ટમાં મહેન્દ્ર સિંહના ઘૂંટણની સર્જરી થવાની જાણકારી આપવામાં આવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઘૂંટણની ઇજાને લઈને ફ્રેન્ચાઇઝીન મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કાશી વિશ્વનાથે બુધવારે 31 મેના રોજ કહ્યું હતું કે, ધોની પોતાના ડાબા ઘૂંટણની સારવારના નિર્ણય માટે મુંબઇમાં સ્પોર્ટ્સ ઓર્થોપેડિક’ વિશેષજ્ઞની સલાહ લેશે. ઘૂંટણ પર પાટો બાંધેલો હોવા છતા IPL 2023 દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટકીપિંગમાં કોઈ ખામી ન દેખાઈ, પરંતુ બેટિંગ દરમિયાન તે ઝડપથી રન લેતા બચવા માટે નીચેના ક્રમમાં આવતો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથે એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ‘હા એ સાચું છે કે ધોની પોતાના ડાબા ઘૂંટણની ઇજા પર ચિકિત્સકો પાસેથી સલાહ લેશે અને એ મુજબ નિર્ણય કરશે. જો સર્જરીની સલાહ આપવામાં આવે છે તો એ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. આ પૂરી રીતે તેની મરજી હશે.. કાશી વિશ્વનાથને જ્યારે પૂછવામાં આવ્યું કે, એવી સંભાવના છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી સીઝનમાં ન રમવાનો નિર્ણય  કરે અને આ પ્રકારે મિની ઓક્શનમાં ટીમ પાસે વધારાના 15 કરોડ રૂપિયા હશે.

તેના પર તેમણે કહ્યું કે, સાચું કહું, તો અમે એ દિશામાં વિચારી પણ રહ્યા નથી કેમ કે અમે અત્યારે એ સ્થિતિમાં પહોંચ્યા નથી. તે પૂરી રીતે ધોનીનો નિર્ણય હશે, પરંતુ હું તમને ચેન્નાઈ સુપર કિંગ્સના વિચાર બાબતે બતાવી શકું છું કે અમે આ બાબતે કઈ વિચાર્યું નથી. IPLની પાંચમી ટ્રોફી જીત્યા બાદ ફ્રેન્ચાઇઝન માલિક એન. શ્રીનિવાસના સંબોધન અને ટીમના સેલિબ્રેશન મનાવવાની યોજના પર પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, શ્રીનિવાસન આ સફળતાથી ખૂબ ખુશ છે, પરંતુ કોઈ સેલિબ્રેશન નહીં થાય. ખેલાડી અમદાવાદથી જ પોતાના આગામી પડાવ માટે નીકળી ગયા. આમ પણ જો તમે ચેન્નાઈને જુઓ તો અમે ક્યારેય મોટા સ્તર પર સેલિબ્રેશન મનાવતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp