ધોનીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મળેલી હાર પાછળનું જણાવ્યું ખાસ કારણ

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ફરી એક વખત રાજસ્થાન રોયલ્સ (RR) સામે હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાન રોયલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી છે. તો ટીમને મળેલી હારને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે આ હાર પાછળનું મોટું કારણ બતાવ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું કે, રાજસ્થાન રોયલ્સે ઘણા બધા રન બનાવી દીધા હતા અને અહીં પર પાર સ્કોર હતો.

જયપુરમાં રમાયેલી IPL 2023ની 37 મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રનોથી હરાવી દીધી. પહેલા બૅટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સીમિત 20 ઓવરમાં માત્ર 6 વિકેટ ગુમાવીને 170 રનનો સ્કોર જ બનાવી શકી. આ જીત સાથે જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સને નેટ રનરેટમાં નુકસાન થયું છે અને આ જ કારણે ટીમ 10 પોઇન્ટ્સ હોવા છતા ત્રીજા નંબર પર સરકી ગઈ છે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ માન્યું કે, પીચના હિસાબે રાજસ્થાન રોયલ્સે વધારે રન બનાવી દીધા હતા. તેણે કહ્યું કે, એ પારથી વધારે સ્કોર હતો. પહેલી 6 ઓવરમાં અમે ઘણા બધા રન આપી દીધા. જો કે, એ સમયે પીચ પણ બેટિંગ માટે ખૂબ સારી હતી. એ સિવાય આજે જ્યારે તેઓ ઇનિંગને ફિનિશ કરી રહ્યા હતા તો કેટલાક શોટ્સ એવા રહ્યા જે બેટન કિનારો લઈને બાઉન્ડ્રી બહાર જતા રહ્યા. એવા શોટ્સથી 20-25 રન રન બની ગયા અને અંતમાં જઈને એ રન ખૂબ ભારે પડી ગયા. યશસ્વી જયસ્વાલે તેના માટે શાનદાર બેટિંગ કરી. અમારા બોલરો વિરુદ્ધ રન બનાવવાનું સરળ હતું કેમ કે અમારે શરૂઆતમાં એવું આંકલન કરવું જોઈતું હતું કે, આ પીચ પર કઈ લેન્થ યોગ્ય છે.

સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સામાન્ય રીતે આ સીઝનમાં મોટા ભાગની ટીમો રન ચેઝ કરવાનું પસંદ કરે છે, પરંતુ સેમસને ટારગેટ સેટ કરવાનો નિર્ણય લીધો, જે સાચો સાબિત થયો અને તેની ટીમને એક મોટી જીત મળી. તેના પર સંજુ સેમસને કહ્યું કે, આપણે માત્ર એક રસ્તા પર નહીં ચાલી શકીએ. જો તમે ચેન્ના સ્વામી કે વાનખેડેમાં રમી રહ્યા છો તો પછી તમે ચેઝ કરી શકો છો, પરંતુ અહીની કન્ડિશન જોતા મેં ચાંસ લીધો અને પહેલા બેટિંગ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp