ધોની કે સ્ટોક્સ, કોણ હોઇ શકે છે કેપ્ટન? ક્રિસ ગેલે આપ્યો આ જવાબ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મિની ઓક્શન દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)એ દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માટે મોંઘી બોલી લગાવીને તેને ખરીદ્યો છે. દરેકનું માનવું છે કે બેન સ્ટોક્સને ખરીદીને ચેન્નાઇ સુપર કિંગ્સે ખૂબ સારું કામ કર્યું છે અને તેને ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. તો જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પૂર્વ ઓપનર ક્રિસ ગેલને આ બાબતે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જ હોવું જોઇએ.

બેન સ્ટોક્સને ચેન્નાઇ સુપર કિંગ્સે 16 કરોડ 25 લાખ રૂપિયાની ભારે ભરકમ રકમ આપીને ખરીદ્યો છે. બેન સ્ટોક્સ IPL ઓક્શન ઇતિહાસમાં સૌથી મોંઘો વેંચાનારો સંયુક્ત રૂપે ત્રીજો ખેલાડી બન્યો છે. બેન સ્ટોક્સ હવે ફરીથી મહેન્દ્ર સિંહ ધોની સાથે રમતો નજરે પડશે.

લોકોનું માનવું છે કે, આ સીઝન બાદ મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઇ લેશે અને બેન સ્ટોક્સને ટીમનો આગામી કેપ્ટન બનાવી શકાય છે. તો વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિસ ગેલને જ્યારે પૂછવામાં આવ્યું કે, કોણે કેપ્ટન્સી કરવી જોઇએ તો તેણે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ લીધું.

ક્રિસ ગેલે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની. જ્યારે તમે રમી રહ્યા હો તો કેપ્ટન તમારો જ હોવો જોઇએ. ડ્રેસિંગ રૂમમાં હવે બે શાનદાર મગજ ઉપસ્થિત રહેશે, એક મહેન્દ્ર સિંહ ધોની અને બીજો બેન સ્ટોક્સ. મારા હિસાબે બેન સ્ટોક્સ ધોનીના કામમાં દાખલઅંદાજી નહીં કરે. યુવા ખેલાડીઓને બેન સ્ટોક્સ પાસેથી ઘણું શીખવા મળશે. તેનું હોવું ખૂબ શાનદાર છે અને તે ચેન્નાઇ સુપર કિંગ્સમાં ડ્વેન બ્રાવોની જેમ હોય શકે છે. તો પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપડાનું કંઇક અલગ માનવું છે.

આકાશ ચોપડનું માનવું છે કે, બેન સ્ટોક્સને ચેન્નાઇ સુપર કિંગ્સમાં ડ્વેન બ્રાવોના રિપ્લેસમેન્ટ તરીકે ન જોવો જોઇએ. બેન સ્ટોક્સ ફરી એક વખત મહેન્દ્ર સિંહ ધોની સાથે રમતો નજરે પડશે. તેની ગણતરી વિશ્વના સૌથી શાનદાર ઓલરાઉન્ડરોમાં થાય છે.

તો ડ્વેન બ્રાવોએ ઘણી સીઝન સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમ્યા બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. જો કે, આકાશ ચોપડાનું માનવું છે કે, બેન સ્ટોક્સને ડ્વેન બ્રાવોના રિપ્લેસમેન્ટ તરીકે ન જોવો જોઇએ. બેન સ્ટોક્સ વિરુદ્ધ એક જ વસ્તુ જાય છે કે ચેન્નાઇની પીચ તેના માટે એટલી માફક નહીં હોય, પરંતુ એક ખૂબ જ જબરદસ્ત ખેલાડી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.