CSKની કેપ્ટન્સી જતા હોટલ છોડી ગયો હતો જાડેજા, પછી ધોની આ રીતે ટીમમાં લાવ્યો

PC: sports.ndtv.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનનો રોમાન્ચ જલદી શરૂ થવાનો છે. IPLની પહેલી મેચ 31 માર્ચના રોજ થશે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (GT) સામસામે હશે. ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી મહેન્દ્ર સિંહ ધોની સંભાળી રહ્યો છે, જ્યારે ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ IPLમાં બીજી એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત ટ્રોફી પોણા નામે કરી છે. તેણે 4 વખત ટ્રોફી પોતાના નામે કરી છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ સૌથી વધુ 5 વખત ટ્રોફી પોતાના નામે કરી છે.

ગત સીઝન ન તો મુંબઈ ઇન્ડિયન્સ માટે સારી હતી કે ન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે. આ બંને જ ટીમો ગત વખત ક્વાલિફાઈ થઈ શકી નહોતી. ટીમે ગત સીઝનની શરૂઆતના બરાબર 2 દિવસ અગાઉ જ મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ગત સીઝનમાં રવીન્દ્ર જાડેજાની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ શરૂઆતી 8માંથી 2 જ મેચ જીતી શકી હતી. એવામાં રવીન્દ્ર જાડેજાને કેપ્ટન્સીમાંથી હટાવીને ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, છતા ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી, પરંતુ ત્યારે કેપ્ટન્સી જવાથી રવીન્દ્ર જાડેજા ખૂબ નિરાશ થયો હતો.

રવીન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટ વચ્ચે જ ટીમની હોટલ છોડીને જતો રહ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પરથી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની સાથેવાળા વીડિયો અને ફોટો હટાવી દીધા હતા. એવામાં માનવામાં આવી રહ્યું હતું કે રવીન્દ્ર જાડેજા અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સંબંધ તૂટી જશે, પરંતુ પછી મહેન્દ્ર સિંહ ધોનીએ આ અંગે મોરચો સંભાળ્યો અને રવીન્દ્ર જાડેજાને મનાવીને પાછો લાવ્યો. આ સંદર્ભે હવે ક્રિકબઝે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજા વચ્ચે ખૂબ લાંબી વાત થઈ હતી.

ત્યારબાદ રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથ સાથે પણ સામસામે બેસીને લાંબી વાત કરી. આ દરમિયાન રવીન્દ્ર જાડેજાએ પોતાની નારાજગી જાહેર કરી અને તે ભવિષ્યમાં શું ઈચ્છે છે તેને લઈને પણ ખૂલીને વાત થઈ. ફ્રેન્ચાઇઝી તરફથી જાડેજાને કહેવામાં આવ્યું કે, કેપ્ટન્સી તેના પર ભાર બની રહી છે અને તેનાથી તેના પ્રદર્શન પર અસર પડી રહી છે. એ વાત એ સ્ટાર ઓલરાઉન્ડરને પણ સમજમાં આવી ગઈ. આ ચર્ચા દરમિયાન ધોની અને વિશ્વનાથે આખી બાબતે થયેલા કન્ફ્યૂઝનને પણ સ્પષ્ટ કર્યું. જો કે, જાડેજાની નારાજગીને લઈને હજુ પણ ખુલાસો થઈ શક્યો નથી.

લાંબી ચર્ચાઓ બાદ બધા વચ્ચે કન્ફ્યૂઝન દૂર થયું અને જાડેજા ફરીથી ટીમ સાથે જોડાઈ ગયો. જાડેજાની આ બંને મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ હાલની સીઝન શરૂ થવા પહેલા શરૂ થઈ. હવે ચેન્નાઈએ ઘણા વીડિયો અને ફોટો શેર કર્યા, જેમાં ધોની અને જાડેજાની ટ્યૂનિંગ શાનદાર નજરે પડી રહી છે વાસ્તવમાં ગત સીઝનમાં કેપ્ટન્સીના કારણે જાડેજાનું પ્રદર્શન ફિક્કું પડી ગયું હતું. તેણે 10 મેચ રમી હતી, જેમાં 19.33ની ખરાબ એવરેજથી માત્ર 116 રન બનાવ્યા હતા. તેનો બેસ્ટ સ્કોર નોટઆઉટ 26 હતો. બોલિંગમાં પણ તે ફ્લોપ સાબિત થયો હતો. તેણે 7.52ની ઈકોનોમી રેટથી માત્ર 5 જ વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp