ધોનીએ ફરી કરી ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી, ખેલાડીઓને આપી સરપ્રાઇઝ, જુઓ વીડિયો

PC: twitter.com/BCCI

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ પોતાના ઘર આંગણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમશે. આ સીરિઝની પહેલી T20 મેચ રાંચીમાં 27 જાન્યુઆરીના રોજ એટલે કે આજે રમાશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે હાલમાં જ પોતાના ઘર આંગણે ન્યૂઝીલેન્ડને 3 મેચોની વન-ડે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી છે, પરંતુ હવે T20 સીરિઝની શરૂઆત માટે ભારતીય અને ન્યૂઝીલેન્ડની ટીમો રાંચી પહોંચી ગઇ છે. અહીં બંને ટીમોએ ખૂબ પ્રેક્ટિસ કરી, પરંતુ આ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બધા ખેલાડીઓને ચોંકાવી દીધા.

પહેલી T20 મેચ રાંચીમાં થઇ રહી છે, જે ધોનીનું જ ઘર છે. જ્યારે ભારતીય ટીમ અહીં પહોંચી તો મહેન્દ્ર સિંહ ધોની પણ તરત જ મેદાન પર પહોંચી ગયો અને તેને ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી કરી. મહેન્દ્ર સિંહ ધોનીને જોઇને ભારતીય ખેલાડી ખૂબ ખુશ અને આશ્ચર્યચકિત થઇ ગયા. બધાએ તેને ઘેરી લીધો અને તેમની સાથે હસી મજાક કરવા લાગ્યા. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની નારિયેળ પાણી પીતો નજરે પડ્યો. ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં મહેન્દ્ર સિંહ ધોનીના એન્ટ્રીવાળો વીડિયો પોતે BCCIએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ કઇ રીતે મહેન્દ્ર સિંહ ધોનીને ઘેરીને વાત કરતા નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાંચી ઇશાન કિશનનું પણ હોમ ગ્રાઉન્ડ છે. ધોનીને જોઇને બાકી સ્ટાફના લોકો પર તરત આવી ગયા અને તેન સાથે હાથ મળવતા વાતો કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાક યુવા ખેલાડીઓએ પણ મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરી. વીડિયોના અંતમાં વૉશિંગટન સુંદર પણ મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરતો નજરે પડ્યો.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝનું શેડ્યૂલ:

પહેલી T20 મેચ: 27 જાન્યુઆરી, રાંચી

બીજી T20 મેચ: 29 જાન્યુઆરી, લખનૌ

ત્રીજી T20 મેચ: 1 ફેબ્રુઆરી, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp