ધોની-જાડેજા વચ્ચે મેદાનમાં તનાતની, સામે આવ્યો વાયરલ વીડિયો
દુનિયાની સૌથી મોંઘી અને મોટી લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પૂર્ણાહુતિ તરફ વધી રહી છે. હવે માત્ર 2 જ લીગ મેચો બચી છે અને ત્યારબાદ ક્વાલિફાયર, એલિમિનેટર મેચો અને ફાઇનલ મેચ એમ 4 જ મેચ બચશે. શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈએ 77 રનથી મેચ પોતાના નામે કરી લીધી. આ જીત સાથે જ તેણે IPL પ્લેઓફમાં રેકોર્ડ 12મી વખત જગ્યા બનાવી લીધી છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે પહેલી ક્વાલિફાયર મેચ મંગળવારે થશે.
દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજા વચ્ચે ખેચતાણનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોતા લાગી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ વાતને લઈને બહેસ થઈ છે. આ ઘટના 20 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદની છે. જ્યારે મેચ સમાપ્ત થાય બાદ બધા ખેલાડી પોવેલિયન તરફ જઈ રહ્યા હતા. જો કે, બંને ખેલાડીઓમાં કોઈ વાતને લઈને ખેચતાણ જોવા મળી, તેની વધુ વિગત સામે આવી નથી.
A terrific victory in Delhi for the @ChennaiIPL 🙌
— IndianPremierLeague (@IPL) May 20, 2023
They confirm their qualification to the #TATAIPL 2023 Playoffs 😎
Scorecard ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/OOyfgTTqwu
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા છે. વીડિયો જોઈને એમ લાગે છે કે જાડેજા કોઈ વાતથી ખુશ નહોતો. તો કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજાના ખભા પર હાથ પણ રાખે છે, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત નોર્મલ લાગવા લાગે છે. મેચમાં રવીન્દ્ર જાડેજાનું બોલિંગ પ્રદર્શન સારું ન રહ્યું અને તેણે પોતાના કોટાની 4 ઓવરમાં 50 રન આપ્યા હતા. તો રવીન્દ્ર જાડેજાને 1 વિકેટ મળી.
— A (@cricketvf) May 20, 2023
રવીન્દ્ર જાડેજાએ બેટિંગમાં 7 બૉલમાં 20 રન બનાવ્યા હતા. આ પ્રકારે ચેન્નાઈ સુપર કિંગ્સે સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 223 રનનું વિશાળ લક્ષ્ય બનાવ્યું હતું. IPLની ગત સીઝનમાં જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી સંભાળી હતી. જ્યાં ચેન્નાઈએ શરૂઆતમાં 8 મેચોમાં 2 જ મેચ જીતી હતી. એવામાં જાડેજાને કેપ્ટન્સીમાંથી હટાવીને મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. એ છતા ચેન્નાઈની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી.
આ IPLના ઇતિહાસમાં 12 વખત ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફ મેચોમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈએ આ IPLની 14 મેચોમાં 8 મેચમાં જીત હાંસલ કરી છે અને 5 મેચમાં હાર મળી. તો લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp