ભારતનો સ્ટાર પૂર્વ ખેલાડી ધોનીની બાઇક ચોરવા માગે છે

PC: facebook.com

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિયતા ન માત્ર દર્શકો વચ્ચે છે, પરંતુ હાલના અને પૂર્વ ખેલાડી પણ તેની કુશળતાના દીવાના છે. મહેન્દ્ર સિંહ ધોનીને ઇન્ટરનેશન ક્રિકેટને અલવિદા કહ્યાના 2 વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે, પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન તેની ફેન ફોલોઇન્ગ ફરીથી જોવા મળે છે. હાલમાં જ તેનો જૂના મિત્ર અને ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહને એક સવાલ કરવામાં આવ્યો હતી, જેમાં તેને પૂછવામાં આવ્યું કે, જો તારે ધોની પાસે કંઈક માગવા, લેવા અને ચોરવા માટે 3 વસ્તુની ફરમાઇશ કરવી પડે તો શું હશે?

આર.પી. સિંહે આ મહત્ત્વના સવાલ પર ખૂબ મજેદાર જવાબ આપ્યો અને કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીની કુશળતા અને મેચમાં તેની પકડ જેવી વિશેષતાને માગવા ઇચ્છીશ. ત્યારબાદ તે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી લેવા માગે છે અને ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનો ચાંસ લેવા માગતો. અંતમાં આર.પી. સિંહે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ચોરી કરવા પર કહ્યું કે, તેની પાસે ઘણી બધી એવી વસ્તુ છે જેને ચોરી શકાય છે, પરંતુ હું તેની બધી બાઇકમાંથી એક ચોરવા માગીશ અને તે છે RX100.

મહેન્દ્ર સિંહ ધોની આ IPL સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ ફરી એક વખત કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની સીઝનની શરૂઆત ભલે હારથી થઈ હોય, પરંતુ પોતાની છેલ્લી ઘરેલુ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ને હરાવી હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીનો જલવો જોવા મળ્યો હતો. જ્યારે તેણે મેચની છેલ્લી ઓવરમાં સતત 2 બૉલ પર 2 સિક્સ લગાવ્યા હતા અને ચેન્નાઇના ફેન્સને શાનદાર ગિફ્ટ આપી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ આજે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હશે. IPL ઇતિહાસની 2 સફળ ટીમો એક-બીજા સામે રમતી નજરે પડશે. મુંબઈ ઇન્ડિયન્સે રેકોર્ડ 5 વખત IPL ટ્રોફી પોતાના નામે કરી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત. ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન એપેક્સ કાઉન્સિલે વર્ષ 2011ના વર્લ્ડ કપની જીતના ઉપલક્ષ્યમાં વાનખેડે સ્ટેડિયમમાં એક વિજય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે.

જેનું ઉદ્ઘાટન મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે કર્યું હતું. આ એ જ સ્થળ છે જ્યાં ધોનીનો સિક્સ આવીને પડ્યો હતો. આ કારણે ત્યાંની 5 ખુરશીઓ પણ હટાવવામાં આવશે. સ્મારક એ સ્થળ પર બનાવવામાં આવ્યું છે જ્યાં મહેન્દ્ર સિંહનો વર્ષ 2011ના વર્લ્ડ કપનો ઐતિહાસિક વિજયી સિક્સ સ્ટેન્ડમાં પડ્યો હતો. ફાઇનલમાં ધોનીની યાદગાર સિક્સ સિવાય તેણે 91 રનોની શાનદાર ઇનિંગ પણ રમી હતી. આ અગાઉ ICCએ પણ યાદગાર સિક્સના કારણે ધોનીને ફેન ક્રેઝ ડિજિટલ કલેક્ટિબલ એવોર્ડથી સન્માનિત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp