ડેબ્યૂ બાદ પોતાની માતા સાથે વાત કરતા ઈમોશનલ થયો મુકેશ કુમાર, જુઓ વીડિયો

PC: twitter.com/BCCI

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારત તરફથી ફાસ્ટ બોલર મુકેશ કુમારને ડેબ્યૂ કરવાનો અવસર મળ્યો. મુકેશ કુમાર ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનારો 308મો ખેલાડી બન્યો. આ આગાઉં ડોમિનિકા ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને ઇશાન કિશનનું ડેબ્યૂ થયું હતું. 28 વર્ષીય મુકેશ કુમારને રવિચંદ્રન અશ્વિનના હાથે પોતાની ટેસ્ટ ડેબ્યૂ કેપ મળી.

પહેલા દિવસની રમત સમાપ્ત થયા બાદ તેને હૉટલ પહોંચ્યા બાદ પોતાની માતા સાથે ફોન પર વાત કરી હતી, જેનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મુકેશ કુમાર મૂળ રૂપે ગોપલગંજ, બિહારના રહેવાસી છે અને તે ઘરેલુ ક્રિકેટમાં પશ્ચિમ બંગાળ માટે રમે છે. 22 જુલાઇ શનિવારના રોજ BCCIએ તેનો એક ખાસ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં મુકેશ કુમારે જણાવ્યું કે, આજે મને આ 308 નંબરવાળી કેપ મળી, અશ્વિન ભાઈએ આપી, મારા જીવનનો આજે સૌથી ખાસ દિવસ હતો.

તેણે આગળ કહ્યું કે, આટલા વર્ષોની મહેનતનું આજે ફળ મળ્યું. ત્યારબાદ તેને પોતાની માતાને ફોન લગાવ્યો. પછી માતાને પ્રણામ કર્યા બાદ ભોજપુરીમાં વાત કરતા મુકેશ કુમારે જણાવ્યું કે, આટલા વર્ષોમાં જે તે મારા માટે પૂજા કરી તેના કારણે આજે મને દેશ માટે રમવાનો અવસર મળ્યો છે. ત્યારબાદ તેને કહ્યું કે, મારી માતા કહી રહી છે કે તું હંમેશાં ખુશ રહે અને આગળ વધતો રહે. મારો આશીર્વાદ તારી સાથે છે. તેમને એ ખબર નથી કે ભારત માટે રમવાનું શું હોય છે. તે બસ એટલું ઈચ્છે છે કે હું હંમેશાં આગળ વધતો રહું.

વીડિયો શેર કરતા BCCIએ કેપ્શનમાં લખ્યું કે, ‘કોઈ સપનું નાનું હોતું નથી. પોતાની ટેસ્ટ ડેબ્યૂ બાદ મુકેશ કુમારે પોતાની માતાને કરેલો ફોન બધાને દિલોને સ્પર્શી ગયો છે.’ ઉલ્લેખનીય છે કે મુકેશ કુમારના પિતાના નિધન બાદ તેની માતાએ જ પોતાના દીકરાનું સપનું પૂરું કરવા માટે તેનો સાથ આપ્યો. મુકેશ કુમારે જણાવ્યું કે, આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ છે. સવારે મારું ડેબ્યૂ થયું અને સાંજે પોતાની માતા સાથે વાત કરી રહ્યો છું. તેમની સાથે વાત કરતા મારા હાથ કંપે છે અને સમજ પડી રહી નથી કે શું બોલું. તે મને હંમેશાં પોતાના કાળજાનો ટુકડો બનાવીને રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp