MIને ટૂર્નામેન્ટની અધવચ્ચે લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી પાછો ફરશે પોતાના દેશ

PC: indiatv.in

મુંબઈ ઇન્ડિયન્સને IPL 2023 ટૂર્નામેન્ટની વચ્ચે જોરદાર ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની ફિટનેસની ચિંતા હજુ દૂર નથી થઈ અને આથી જ તે રિહેબ માટે પોતાના ઘરે પાછો ફરશે. આ પ્રકારે જોફ્રા આર્ચર બાકીની IPL મેચોમાંથી બહાર થઈ ગયો છે. પાંચવારની IPL ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે ઇંગ્લિશ ઓલરાઉન્ડર ક્રિસ જોર્ડનને જોફ્રા આર્ચરના રિપ્લેસમેન્ટના રૂપમાં પોતાની સાથે જોડ્યો છે. જોર્ડને 2016માં પોતાનું IPL ડેબ્યૂ કર્યું હતું અને અત્યારસુધી 28 મેચોમાં 27 વિકેટ લીધી છે. ફાસ્ટ બોલરે 87 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 96 વિકેટો પોતાના નામે કરી છે. મુંબઈ ઇન્ડિયન્સે ક્રિસ જોર્ડનને તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સે આધિકારીક જાહેરાતમાં કહ્યું હતું કે, જોફ્રા આર્ચરની રિકવરી અને ફિટનેસ પર ઇસીબી સતત નજર રાખી રહ્યું છે. ફાસ્ટ બોલર પોતાના રિહેબ પર ધ્યાન આપવા માટે પોતાના ઘરે પાછો ફરશે. જણાવી દઈએ કે, જોફ્રા આર્ચરને IPL 2022 ના મેગા ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે જોફ્રા આર્ચર ઇજાગ્રસ્ત હતો પરંતુ, IPL 2023 ને ધ્યાનમાં રાખીને તેને ખરીદવામાં આવ્યો હતો.

જોફ્રા આર્ચરે IPL 2023માં મુંબઈ ઇન્ડિયન્સ માટે અત્યારસુધીમાં 5 મેચ રમી છે, જેમા માત્ર બે વિકેટ લેવામાં તેને સફળતા મળી હતી. તેણે 9.50ની ઇકોનોમી સાથે રન ખર્ચ કર્યા. જોફ્રા આર્ચરના ઓવરઓલ IPL કરિયરને જોવા જઈએ તો તેણે 40 મેચોમાં અત્યારસુધી કુલ 48 વિકેટો પોતાના નામે કરી છે.

જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચર જેવા દિગ્ગજ ફાસ્ટ બોલરોની કમીની અસર મુંબઈ ઇન્ડિયન્સના પ્રદર્શન પર સ્પષ્ટરીતે દેખાઈ રહી છે. રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈ ઇન્ડિયન્સે હાલની IPL માં અત્યારસુધી 10 મેચો રમી, જેમા પાંચ મેચમાં જીત મેળવી છે અને તે પોઇન્ટ્સ ટેબલમાં આઠમાં નંબર પર છે. મુંબઈ ઇન્ડિયન્સ પોતાની આગામી મેચ મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે. જો મુંબઈ ઇન્ડિયન્સ આજે પોતાની 11મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB ને હરાવી દેશે તો ટીમ ડાયરેક્ટ ત્રીજા સ્થાન પર પહોંચી જશે કારણ કે, અત્યારસુધી માત્ર બે જ ટીમોના ખાતામાં 12 અથવા તેના કરતા વધુ અંક છે. એવામાં IPLની 54મી મેચ ખાસ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp