એક દિવસ 2 મેચ, 3 ટીમ આ 4 સમીકરણ, સમજો પ્લેઓફનો આખો ખેલ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે. IPL 2023માં ગ્રુપ લીગ મેચોનો આજે છેલ્લો દિવસ છે. આજે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમનો નિર્ણય થઈ જશે. ગુજરાત ટાઈટન્સ (GT), ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરી ચૂકી છે. હવે રાજસ્થાન રોયલ્સ (RR), મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માંથી કોઈ એક ટીમ ક્વાલિફાઈ કરી શકશે. એ ટીમ કઈ હશે અને શું સમીકરણ બની રહ્યા છે. આવો આ આર્ટિકલમાં સમજવાનો પ્રયાસ કરીએ.

વાનખેડે સ્ટેડિયમમાં 3:30 વાગ્યાથી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સાથે થશે. તો સાંજે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે ટક્કર થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન અને રાજસ્થાન રોયલ્સ ત્રણેય ટીમો 14-14 પોઇન્ટ્સ પર છે. રાજસ્થાન રોયલ્સે પોતાની બધી મેચ રમી લીધી છે. આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને નિરાશાજનક હાર મળે છે તો રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચી શકશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ જીત મળે છે અને મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારે છે તો ફાફ ફૂ પ્લેસીસની કેપ્ટન્સીવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી જશે. મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતે છે તો નિર્ણય નેટ રનરેટથી થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની રનરેટ પ્લસ અને મુંબઈ ઇન્ડિયન્સની રનરેટ માઇનસમાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સની જીતનું અંતર 80 રનથી ઓછું થયું તો બેંગ્લોર પ્લેઓફમાં રમશે.

મુંબઈ ઇન્ડિયન્સ પોતાની અંતિમ મેચ જીતી ગઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારી ગઈ તો મુંબઈ સીધી પ્લેઓફમાં પહોંચી જશે. બંને ટીમ જીતે છે તો મુંબઈ ઇન્ડિયન્સની જીતનું અંતર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતથી 80 રન વધારે હોવા જોઈએ. ત્યારે જ મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં રમી શકશે. બેંગ્લોરમાં વરસાદ પડવાની સંભાવના છે. એવામાં મેચ ન થાય તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક પોઈન્ટ મળશે. પછી જો મુંબઈ ઇન્ડિયન્સ મેચ જીતે છે તો પ્લેઓફમાં પહોંચી જશે. તો હારે છે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 15 પોઇન્ટ્સ સાથે પ્લેઓફ રમશે. ખેર આજે રાત્રે એ ખબર પડી જશે કે આ વખતે કઈ 4 ટીમો પ્લેઓફમાં ક્વાલિફાઈ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp